Ahmedabad News: શહેરમાં 9 મેટ્રો સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ ઉભા કરાશે, છ હજારથી વધુ વાહનો પાર્ક થશે

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં વધી રહેલી વસતીને કારણે વાહનોની સંખ્યા પણ વધી છે. બીજી તરફ શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ સતત વધી રહ્યું છે. આડેધડ પાર્કિંગને કારણે શહેરમાં અનેક ઠેકાણે ટ્રાફિકની પારાયણ જોવા મળી રહી છે. AMC દ્વારા પાર્કિંગ માટે અનેક પ્રયાસો શરૂ કરાયા છે તેની સાથે હવે શહેરમાં મેટ્રો રેલની મુસાફરી વધુ સુગમ બનાવવા માટે મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.શહેરમાં મેટ્રો સ્ટેશનો નજીક આવેલા કુલ 9 પ્લોટ પર 36890 ચોરસ મીટર વિસ્તારમાં 3 મુખ્ય ઝોન હેઠળ 5903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરાઈ છે. 

એપેરેલ પાર્ક સ્ટેશન પાસેના પ્લોટ સામેલ

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગના દર નક્કી કરાયા બાદ આગામી બે મહિનામાં દિવાળી પહેલાં આ વ્યવસ્થા કાર્યરત થવાની શક્યતા છે.વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઝોનમાં સૌથી વધુ પાર્કિંગ ક્ષમતા પૂરી પડાઈ છે.જે કુલ ટુ-વ્હીલર ક્ષમતાના 52 ટકા હિસ્સો ધરાવે છે.પૂર્વ ઝોનમાં 17046 ચોરસ મીટરમાં ફેલાયેલા 4 પ્લોટમાં 3047 ટુ-વ્હીલર અને 127 ફોર-વ્હીલર માટે જગ્યા છે.જેમાં વસ્ત્રાલ ગામ (રામોલ),નિરાંત ક્રોસ રોડ (રતનપુરા ગામ તથા અર્પણ સ્કૂલ પાસે) અને એપેરેલ પાર્ક સ્ટેશન પાસેના પ્લોટ સામેલ છે. 

અમદાવાદ પાર્કિંગ

40 ટકા ટુ-વ્હીલર પાર્કિંગ ઉપલબ્ધ બનશે

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કુલ ક્ષમતાના 40 ટકા ટુ-વ્હીલર પાર્કિંગ ઉપલબ્ધ બનશે.અહીં 14929 ચોરસ મીટરના 2 પ્લોટમાં 2389 ટુ-વ્હીલર અને 99 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે.આ બંને પ્લોટ થલતેજ ગામ મેટ્રો સ્ટેશન નજીક આવેલા છે.જ્યારે પશ્ચિમ ઝોનમાં 2915 ચોરસ મીટરના 3 પ્લોટમાં કુલ ક્ષમતાના 8 ટકા લેખે 467 ટુ-વ્હીલર અને 20 ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા મળશે.આ જગ્યાઓ ગાંધીગ્રામ ટ્રાફિક પોલીસ ચોકી પાછળ, વાડજ અખબાર નગર પાસે અને સાબરમતી પોલીસ સ્ટેશન પાસે નક્કી કરાઈ છે.આ સુવિધાથી સ્ટેશનો બહાર ટ્રાફિકનું ભારણ હળવું બનશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદ સહિત હાઈવેની ડિઝાઈન બદલાશે,4 અને 6 લેનના પ્રોજેક્ટ્સને લાગુ પડશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *