અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ દાવો કર્યો છે કે તેમની નૌકાસેનાએ દરિયાની અંદર સિક્રેટ જાસૂસી કરી રહેલા અમેરિકી ‘અંડરવોટર ડ્રોન’ને ઈલેક્ટ્રોનિક વોરફેર ટેકનોલોજીની મદદથી પોતાના કબ્જામાં લઈ લીધું છે. ઈરાનના સરકારી મીડિયાએ આ ઓપરેશનનો વિડીયો પણ જાહેર કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ઈરાન દ્વારા અમેરિકી ડ્રોન પકડાયાનો આ સતત બીજો કિસ્સો છે. જાસૂસી ડ્રોનમાંથી સિક્રેટ ડેટા રિકવર કરવાનો પ્રયાસ ઈરાની ગાર્ડ્સના જણાવ્યા અનુસાર, પકડાયેલું ડ્રોન અમેરિકાનું અત્યાધુનિક Remus 600 ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ છે. ઈરાની નૌકાસેના આ ડ્રોનને પોતાના ગુપ્ત ઠેકાણે લઈ ગઈ છે અને તેના એક્સપર્ટ્સ ડ્રોનમાંથી સંવેદનશીલ સિક્રેટ ડેટા રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. IRGCએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે, હોર્મુઝની સમુદ્રધૂની એક પ્રતિબંધિત વિસ્તાર છે અને ત્યાં બિનઅધિકૃત કે શંકાસ્પદ ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. એક જ મહિનામાં બીજીવાર અમેરિકી ડ્રોન ઝડપાયું આ પહેલાં 8 સપ્ટેમ્બરે પણ ઈરાને ‘Dive-LD’ નામના અન્ય એક અમેરિકી અંડરવોટર ડ્રોનને પકડવાનો દાવો કર્યો હતો. આ ડ્રોન કેલિફોર્નિયાની પ્રખ્યાત ડિફેન્સ ટેકનોલોજી કંપની ‘એન્ડ્યુરિલ ઈન્ડસ્ટ્રીઝ’ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારે પણ ઈરાને તેને અમેરિકાની સૌથી એડવાન્સ્ડ અંડરવોટર સિસ્ટમ ગણાવીને પોતાની મોટી જીત ગણાવી હતી. અમેરિકાનો બચાવ: “ડ્રોન તો પહેલાથી જ ખરાબ થઈ ગયું હતું” અમેરિકાએ ઈરાનના નવા દાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, 8 સપ્ટેમ્બરની ઘટના વખતે પેન્ટાગોનના પ્રવક્તાએ ઈરાનના દાવાને ફગાવતા કહ્યું હતું કે, ડ્રોન ઈરાની સેનાના હાથમાં ગયું તેના એક દિવસ પહેલાં જ તે ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગયું હતું. અમેરિકા મુજબ તે માત્ર સમુદ્રી વિસ્તારના સર્વે અને દેખરેખ માટેનું સામાન્ય ડ્રોન હતું અને તેમાં કોઈ ગુપ્ત કે ક્લાસિફાઈડ સોનાર-રાડાર સાધનો નહોતા. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ શા માટે વૈશ્વિક સ્તરે આટલું મહત્ત્વનું છે?
ઇરાને અમેરિકાનું 'અંડરવોટર જાસૂસી ડ્રોન' જીવતું પકડ્યું:IRGCએ કબ્જે કરી VIDEO જાહેર કર્યો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી સેનાની મોટી ફજેતી; ટ્રમ્પ સેનાની ઊંઘ હરામ
📅 Published: September 28, 2026 |
📂 Category: International
