ત્રણ સંતાનના પિતાએ 26 વર્ષીય યુવતી સાથે બીજા લગ્ન કર્યા:નારોલમાં પ્રેમજાળમાં ફસાવી સંબંધ બાંધ્યા'તા, સાસરી પક્ષના લોકો ઘરે આવતાં યુવક પહેલેથી પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી અગાઉના લગ્નની વાત છુપાવીને બીજા લગ્ન કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વટવા ખાતે રહેતો શખ્સ અગાઉથી પરિણીત તેમજ ત્રણ સંતાનો ધરાવતો હોવા છતાં યુવતીને અંધારામાં રાખી લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવકના પરિવારજનોએ યુવતીના ઘરે આવી હોબાળો કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે પીડિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને બીજા લગ્ન કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા
​નારોલમાં રહેતી 26 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. જેમાં વટવા ખાતે જોગણી માતાના મંદિરે ધાર્મિક પ્રસંગ દરમિયાન તેનો પરિચય વટવાના રવિ ચતુરભાઇ સરણિયા સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતાં પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ 2019માં રવિ યુવતીને ઓઢવની એક હોટેલમાં લઈ ગયો હતો અને લગ્ન કરવાનું કહીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઘીકાંટા લગ્ન કર્યા, ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સંબંધ બાંધતો
ત્યારબાદ 25 એપ્રિલ 2023એ રવિએ ઘીકાંટા ખાતે યુવતી સાથે લગ્ન કર્યા હતા અને દરિયાપુર વોર્ડમાં તેનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લગ્ન બાદ યુવતી પોતાની માતા સાથે રહેતી હતી. જ્યારે રવિ પોતાના ઘરે રહેતો હતો. યુવતી તેને સાસરે લઈ જવાનું કહેતી ત્યારે તે વાયદાઓ કરતો અને હાથીજણ પાસે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સંબંધ બાંધતો હતો. ઘરે પહોંચતાં 3 સંતાનોના પિતાનો ભાંડો ફૂટ્યો
આ દરમિયાન રવિના પરિવારજનો યુવતીના ઘરે પહોંચ્યા હતા અને ઝઘડો કરી જણાવ્યું હતું કે, રવિના પ્રથમ લગ્ન એક મહિલા સાથે થયેલા છે અને તેને ત્રણ સંતાનો છે. પોતાના પ્રથમ લગ્ન છુપાવી બીજી વાર લગ્ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ખાતરી થતાં યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં રવિ સરણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *