ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય સરરગમી તેજ થઈ ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાના 11 વોર્ડના તમામ 44 ઉમેદવારોએ એકસાથે ‘જનસેવા સંકલ્પ’ લીધો હતો. વિધાનસભા સંકુલ સામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સમક્ષ યોજાયેલા આ કાર્યક્રમમાં ઉમેદવારોએ શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વિકાસની રાજનીતિને આગળ ધપાવવા સૌ સંકલ્પબદ્ધ થયા
આ અવસરે ઉપસ્થિત તમામ ઉમેદવારોએ નાગરિક કર્તવ્ય, બંધારણ અને નિયમોના ચુસ્ત અનુસરણ સાથે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવદર્શન’ અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાં અડગ વિશ્વાસ વ્યક્ત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને આગળ ધપાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને આત્મસાત કર્યો
‘વિકસિત ભારત’ અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મન, કર્મ અને વચનથી સક્રિય રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ‘નાગરિક દેવો ભવઃ’ અને ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને આત્મસાત કરી ગાંધીનગરના ગૌરવ, શાંતિ અને એકતા માટે પ્રમાણિક યોગદાન આપવા ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો હજુ વધુ સરળતાથી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી તથા ચૂંટણી પ્રભારી ઋષિકેશ પટેલ, મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મંત્રી અને પ્રભારી નીરવ અમીન, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગાંધીનગર મનપા ચૂંટણી જંગમાં 'નાગરિક દેવો ભવઃ':મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના 44 ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધો, નાગરિક હિતને ગણાવ્યું સર્વોપરી
📅 Published: September 28, 2026 |
📂 Category: gujarati-news
