ગોધરામાં મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાઈ:125 યુવતીઓએ ભાગ લીધો, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી આપી સન્માનિત કરાયા

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા વડોદરા હાઈવે રોડ પર આવેલી ગ્રાન્ડ એકતા હોટેલ ખાતે મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધામાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા સહિતના જિલ્લાઓમાંથી 125 યુવતીઓએ ભાગ લીધો હતો. યુવતીઓએ પોતાની મહેંદી ડિઝાઇન અને મેકઅપની કળાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની પ્રતિભા રજૂ કરી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ યુવતીઓને વિજેતા જાહેર કરાઈ હતી. તેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અપાયા હતા. આ કાર્યક્રમમાં સુરતથી ખાસ જજ હાજર રહ્યા હતા. મહેંદી કોમ્પિટિશનમાં આસિયા બેન મીંઢી અને મેકઅપ કોમ્પિટિશનમાં આફસાના મકરાણી ઉપસ્થિત રહ્યા હતા. કેપ્ટન શિફા મફત અને મિસબા દીવાન જેવા મહેમાનો પણ હાજર હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *