Ahmedabad: ભાદરવી પૂનમે ST નિગમની રેકોર્ડ કમાણી, 30 હજાર ટ્રીપો દ્વારા 6 દિવસમાં રૂ. 9.51 કરોડ છાપ્યા!

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. ભાદરવી પૂનમ નિમિત્તે દેશ-વિદેશ અને ખૂણે-ખૂણેથી મા અંબાના દર્શનાર્થે આવતા લાખો યાત્રાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા સ્પેશિયલ એક્સ્ટ્રા બસોનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. આ 6 દિવસીય મેળા દરમિયાન આશરે 13 લાખ જેટલા મુસાફરો અને માઈભક્તોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો.

અંબાજી ભાદરવી પૂનમનો મેળો ST નિગમને ફળ્યો

માઈભક્તોને અંબાજી પહોંચવામાં કે દર્શન કરીને પરત ફરવામાં કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી. નિગમે ૬ દિવસ સુધી સતત ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક બસ સંચાલન ચાલુ રાખ્યું હતું. ખાસ કરીને અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને હિંમતનગર જેવા મુખ્ય ડિપો અને કંટ્રોલ પોઇન્ટ્સ પરથી અંબાજી માટે સતત બસો છોડવામાં આવી હતી. નિગમના ડ્રાઇવરો અને કંડક્ટરોની મહેનતના પરિણામે આ 6 દિવસમાં કુલ 30,000 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

6 દિવસમાં 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી

ભાદરવી પૂનમના આ સુચારુ આયોજનના કારણે એસ.ટી. નિગમને મોટો આર્થિક ફાયદો થયો છે. આંકડાઓ મુજબ, માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં જ GSRTC ને રૂ. 9.51કરોડથી વધુની માતબર આવક થઈ છે. નિગમના સુચારુ ટ્રાફિક મેનેજમેન્ટ, હંગામી બસ સ્ટેન્ડો અને ઓન-ધ-સ્પોટ બસ સુવિધાના કારણે માઈભક્તોને ભારે રાહત મળી હતી અને નિગમની આવકમાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: DRIએ 475 કરોડનું 318 કિલો સોનું ઘુસાડનાર કુરિયર નેટવર્કનો પર્દાફાશ કર્યો; માસ્ટરમાઇન્ડ સહિત 11 ની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *