ગુનેગારોમાં ફફડાટ માટે નવી યુનિટ ઉભી કરાઈ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ અને પશ્ચિમના બે અલગ યુનિટ, દરેક PIને વિસ્તારોની જવાબદારી સોંપાઈ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા અને અસામાજિક તત્વો, બુટલેગરો તથા ગેંગસ્ટરો પર સીધી બાજ નજર રાખવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની સતત વિસ્તરતી ભૌગોલિક સીમાઓ, નવી વસાહતો, ઔદ્યોગિક એકમો અને વધતી વસ્તીને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચના કાર્યક્ષેત્રનું વિકેન્દ્રીકરણ કરીને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 4 નવા વિશેષ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત પૂર્વ વિસ્તારમાં વટવા ગામ અને ઓઢવ સિંગરવા ચોકી ખાતેના 2 યુનિટ તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા અને બોડકદેવ ખાતે ટૂંક સમયમાં અન્ય બે યુનિટ શરૂ કરવામાં આવશે. કયા યુનિટ હેઠળ કયા વિસ્તારો આવશે?
દરેક યુનિટમાં ક્રાઇમ બ્રાન્ચના એક-એક પોલીસ ઇન્સ્પેક્ટરને સુકાન સોંપવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓએ હવે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ આવવાને બદલે જે-તે ફાળવાયેલા યુનિટમાં રહીને જ સતત ફિલ્ડ વર્ક કરવાનું રહેશે: સ્થાનિક પોલીસ માટે ‘બેકબોન’ બનશે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સ્પષ્ટતા કરી છે કે આ નવી યુનિટો સ્થાનિક પોલીસ સ્ટેશનોનો વિકલ્પ નથી, પરંતુ સ્થાનિક પોલીસની કામગીરીને વધુ મજબૂત અને ધારદાર બનાવતી ‘ક્રાઇમ-ફોકસ્ડ સપોર્ટ સિસ્ટમ’ તરીકે કાર્ય કરશે. શહેરમાં કોઈપણ ગંભીર ગુનો બનતાં જ આ યુનિટ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તરીકે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચશે. ત્યાંથી પુરાવા એકત્ર કરવા, સીસીટીવી તપાસવા, ટેકનિકલ સર્વેલન્સ અને ગુનેગારોની ઓળખ કરી સમગ્ર નેટવર્કને તોડી પાડવાનું કામ કરશે. અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો થશે
નવા યુનિટો કાર્યરત થવાથી જે-તે વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ અને સ્થાનિક ઈન્ટેલિજન્સ નેટવર્ક વધુ મજબૂત બનશે. જેને પગલે બુટલેગરો, જુગારીઓ, માદક પદાર્થોના પેડલરો, વાહનચોરો, ચેઈન સ્નેચરો તેમજ લુખ્ખા તત્વો સામે કડક પ્રતિબંધાત્મક પગલાં ભરી શકાશે. આ ઉપરાંત સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવતી ગંભીર ફરિયાદો અને રજૂઆતોનો પણ તાત્કાલિક નિકાલ લાવી શકાય તેવું મજબૂત સુરક્ષા માળખું શહેરમાં ઊભું કરવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *