Ahmedabad: ટ્રાફિક નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજી અને કેમેરા વિકસાવ્યા પરંતુ બુથ સરખા કરાવવામાં તંત્ર નિષ્ફળ

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

એક તરફ્ શહેર પોલીસ તંત્ર પોતાને આધુનિક, સ્માર્ટ અને ડિજિટલ ગણાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ્ રસ્તાઓ પર ઊભેલા ટ્રાફ્કિ બૂથોની હાલત તંત્રની દાવાઓની પોલ ખોલી રહી છે. શહેરમાં ચાર રસ્તા પર મૂકવામાં આવેલા ટ્રાફ્કિ નિયંત્રણ માટેના બૂથો આજે અત્યંત જર્જરિત અને ખંડર હાલતમાં ફેરવાઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં આવેલા

ટ્રાફ્કિ બૂથનો નીચેનો ભાગ તૂટીને ફાટી ગયો છે અને માત્ર લોખંડના સળિયા જ બાકી રહ્યા છે. સૂર્યના તાપ, વરસાદ કે ધૂળથી બચવા માટે બનાવેલું આ બૂથ પોતે જ કુરુપ અને ભયજનક બની ગયું છે. આ બુથની જાળવણી અંગે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે સ્માર્ટ સિટી તરફ્ આગળ વધતા શહેરના મુખ્ય માર્ગો પર આ પ્રકારના ખંડર જેવા બૂથો શહેરના સૌંદર્યને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

લોકોનું માનવું છે

કે પોલીસ તંત્ર પ્રજા પાસેથી ટ્રાફ્કિ નિયમોના નામે દંડ વસૂલવામાં ખૂબ ત્વરિતકામગીરી કરે છે, પરંતુ રસ્તા પરની પોતાની વ્યવસ્થા અને બૂથ સુધારવામાં કેમ આટલી ઢીલ મૂકે છે?

જ્યાં સુધી આવા જર્જરિત બૂથોને હટાવીને નવા આધુનિક બૂથ મૂકવામાં નહીં આવે, ત્યાં સુધી ડિજિટલ અને સ્માર્ટ પોલીસના દાવાઓ માત્ર કાગળ પર જ શોભશે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *