ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા કક્ષાએ ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. આ સાથે ચિત્ર પ્રદર્શનીનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ૨૬ સપ્ટેમ્બરના રોજ વેરાવળના બી.આર.સી. ભવન ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮, ૯ થી ૧૦ અને ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ સહિત કુલ ૭૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું ભારત’, ‘પ્રદૂષણ મુક્ત ભારત’, ‘૧૯૪૭નું ભારત, ૨૦૪૭નું ભારત’, ‘ધ ગ્રેટ ઈન્ડિયા’ અને ‘પ્રદૂષણ અટકાવો’ જેવા વિષયો પર ચિત્રો બનાવ્યા હતા. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને અગ્રણી ડૉ. સંજયભાઈ પરમારે ચિત્ર સ્પર્ધા અને પ્રદર્શનીની મુલાકાત લીધી. તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા.
વેરાવળમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ:સાંસદો માનસિંહભાઈ, રાજેશભાઈ અને ડૉ. સંજયભાઈએ પ્રદર્શનીની મુલાકાત લઈ ઉત્સાહ વધાર્યો
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
