ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે:અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરસિંહના જોડાવાનો લઈને નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે. શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમિત ચાવડાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને કોંગ્રેસમાં જોડાવવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *