Mehsana News : જયપુરથી ઇથોપિયા પહોંચ્યા પછી આવ્યો એક ખોફનાક કૉલ… જાણો વડસ્માના ઋત્વિક સાથે ત્યાં શું બન્યું?

📅 Published: September 29, 2026 | 📂 Category: Crime

ગુજરાતમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને ઠગાઈની જાળમાં ફસાયો છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ઋત્વિક નામનો યુવક પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને અમેરિકા (US) જવાના સ્વપ્ન સાથે ઘર છોડીને નીકળ્યો હતો. એજન્ટોના પ્લાન મુજબ તેને પહેલા જયપુર લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તેને સીધો આફ્રિકન દેશ ઇથોપિયા મોકલી આપવામાં આવ્યો હતો. વિદેશ પહોંચીને પરિવારને ખુશખબર આપવાને બદલે ઋત્વિક અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

બાબા ખાનનો ખંડણી કૉલ 

ઋત્વિક ઇથોપિયા પહોંચ્યાના થોડા જ સમયમાં તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ‘બાબા ખાન’ નામના કોઈ અજાણ્યા વ્યક્તિએ પરિવારજનોને ફોન કરીને ધમકી આપી હતી અને ઋત્વિકને સહીસલામત છોડવાના બદલામાં Rs. 1 કરોડ ની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. આ સમાચાર મળતાં જ ‘સંદેશ ન્યૂઝ’ની ટીમ તાત્કાલિક વડસ્મા ગામે પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો પરથી પરિવારની દર્દનાક પરિસ્થિતિ અને તેમની આપવીતી કવર કરી હતી. પરિવારજનો અત્યારે ભારે આઘાત અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

Rs. 1 કરોડ ની માંગથી પરિવાર પર આભ ફાટ્યું, એજન્ટો સામે સવાલો

આ ઘટનાએ એજન્ટોની ગેરકાયદેસર અને ખતરનાક કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય સામાન્ય પરિવાર માટે Rs. 1 કરોડ જેવી મોટી રકમ આપવી અશક્ય બની ગઈ છે, ત્યારે ઋત્વિકનો જીવ બચાવવા માટે પરિવારજનો સરકાર અને પોલીસ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ઇથોપિયામાં બંધક બનાવાયેલા ઋત્વિકને હેમખેમ ભારત પરત લાવવા માટે ઉચ્ચ સ્તરેથી કૂટનીતિક પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી વડસ્મા ગામના લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : શું આગ લાગશે ત્યારે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકશે? મકરબા બ્રિજની આ એક ભૂલ ભારે પડશે!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *