Ahmedabad પોલીસ વિભાગમાં આંતરિક ફેરબદલ, CP એ એકસાથે 90 પોલીસ કર્મચારીઓની કરી બદલી!

📅 Published: September 29, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓની આંતરિક તબદીલીના કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ કવાયત અંતર્ગત વધુ 90 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવતાં શહેર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

રામોલ અને ઓઢવથી 90 કર્મચારીઓની સામૂહિક ટ્રાન્સફર

પોલીસ કમિશનરના નવતર આદેશ મુજબ રામોલ અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. આ બંને પોલીસ સ્ટેશનો હેઠળ ફરજ બજાવતા 90 જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરી દેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને વહીવટી સરળતા ખાતર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

CaptureCapture 02

વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં નિમણૂક અને સુરક્ષા વ્યવસ્થા

બદલી કરાયેલા તમામ 90 પોલીસ કર્મચારીઓની નવી નિમણૂક વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ઝડપથી વિકસી રહેલા વસ્ત્રાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા સંખ્યાબળની જરૂરિયાત હતી, જેને પૂરી કરવા માટે આ નિર્ણય લેવાયો છે. 90 જેટલા જવાનો વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં વિસ્તારમાં પેટ્રોલીંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું હલ્લાબોલ, નેહરુ બ્રિજથી સરદાર બાગ સુધી યોજાઈ વિશાળ પદયાત્રા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *