Surat: કાપડ બજાર માટે મોટો નિર્ણય; દિવાળી સુધી દર રવિવારે ખુલ્લા રહેશે તમામ ટેક્સટાઇલ માર્કેટ

📅 Published: September 29, 2026 | 📂 Category: Surat

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના વિશ્વપ્રસિદ્ધ કાપડ બજાર માટે એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (FOSTA) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દિવાળીના તહેવારો સુધી સુરતના તમામ ટેક્સટાઇલ માર્કેટ દર રવિવારે પણ ખુલ્લા રાખવામાં આવશે.

દિવાળી સુધી તમામ ટેક્સટાઇલ માર્કેટ દર રવિવારે ખુલ્લા રહેશે

તહેવારોની સિઝનમાં સ્થાનિક તેમજ રાજ્ય બહારથી આવતી કાપડની ભારે માંગને પહોંચી વળવા માટે ફોસ્ટા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની આશરે 65,000 થી 70,000જેટલી કાપડની દુકાનો હવે દર રવિવારે પણ ધમધમતી જોવા મળશે.

ભૂતકાળના નુકસાન બાદ આ નિર્ણયથી વેપારીઓમાં ખુશી

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ઘટેલી વિવિધ ઘટનાઓ અને મંદીના કારણે ટેક્સટાઇલ વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે દિવાળીની સિઝન વેપારીઓ માટે આશાનું કિરણ લઈને આવી છે. રવિવારે માર્કેટ ચાલુ રહેવાથી બહારગામના વેપારીઓને ખરીદી માટે વધારાનો સમય મળશે અને સુરતના કાપડ ઉદ્યોગને નવો વેગ મળશે. ફોસ્ટાના આ નિર્ણયથી સ્થાનિક અને બહારગામના વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: PM મોદીની ડિગ્રી મામલે ગુજરાત HCનો મોટો નિર્ણય; અરવિંદ કેજરીવાલની અપીલ હાઇકોર્ટે ફગાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *