વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા બહુચર્ચિત વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો અને મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી અપીલ અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજી નામંજૂર કરતાં અરવિંદ કેજરીવાલને કાનૂની મોરચે મોટો આંચકો લાગ્યો છે.
PM મોદીની ડિગ્રી મામલે HCનો મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની ડિગ્રી મેળવવા અંગેની બાબતે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. કેજરીવાલે નીચલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરીને રાહત માંગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો અને કાનૂની પાસાઓને ધ્યાને લીધા બાદ આ અપીલને ગ્રાહ્ય રાખવાનો ઇનકાર કરી દીધો છે.
અરવિંદ કેજરીવાલની અપીલ ફગાવી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપીલ નામંજૂર કરવામાં આવતા ડિગ્રી સંબંધિત વિવાદ પર કાનૂની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ ગઈ છે. કોર્ટના આ નિર્ણય બાદ રાજકીય અને કાનૂની આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નીચલી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ યોગ્ય કારણ જણાતું નથી.
