જીઓપોલિટિક્સની દુનિયામાં એક એક શબ્દનું પોતાનું મહત્વ હોય છે. માત્ર બોલાતો જ નહીં પણ છૂપાવાતો શબ્દ પણ એટલો જ મહત્વનો હોય છે. કારણ કે બંનેના પોતાના ઊંડા ઘેરા રહસ્યો હોય છે. માટે આજે આપણે બે એવા સ્ટેટમેન્ટની વાત કરવાના છીએ જેણે દુનિયાનું બીપી વધાર્યું છે. એક અમેરિકને કહ્યું છે કે અમેરિકા ચીનને હથિયારો વેચે છે અને એક રશિયને કહ્યું છે કે અમેરિકા ભારતને ચીનની જેમ મહાન નહીં બનવા દે. આ બંને વાતો સાંભળતા સીધી અને સાદી લાગે પણ કેટલી મહત્વની છે ચાલો આજે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર… ચીનના અમેરિકન રાજદૂત ડેવિડ પરડ્યૂએ ફોક્સ ન્યૂઝમાં એક ધડાકો કર્યો છે. તેણે કહ્યું છે કે, આ વાત દુનિયા સામે આવતા જ ભૂકંપ આવી ગયો. કારણ કે જો આ વાત સાચી હોય તો દુનિયા સામે રમાતી ચીન-અમેરિકાની દુશ્મનીની ગેમ માત્ર દેખાડો છે એવું સાબિત થાય. વિવાદ એટલો મોટો હતો કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે મેદાનમાં કૂદવું પડ્યું. તેમણે આ વાતને ફગાવતા કહ્યું કે, અમેરિકાની સરકારે પણ પોતાનો બચાવ કરતા કહ્યું કે ચીનને હથિયાર વેચવા પર અમેરિકામાં કડક પ્રતિબંધો છે. તો અહીં સવાલ ઉભો થાય કે બંને નિવેદનો કેમ ઉત્તર-દક્ષિણ છે? શું ખરેખર અમેરિકા અને ચીન અંદરો-અંદર કોઈ હથિયારોની ડિલ્સ કરી રહ્યા છે? આનો જવાબ આગળ જાણીએ પણ હવે બીજા નિવેદનની પણ વાત કરી લઈએ. રશિયન રાજદૂતે બોમ્બ ફોડ્યો ભારતના રશિયન રાજદૂત ડેનિસ અલિપોવે પણ આવો જ એક બોમ્બ ફોડ્યો છે, જેણે દિલ્લીથી વોશિંગ્ટન સુધી ધડાકો કર્યો છે. તેમણે ખુલ્લે આમ કહ્યું હતું કે, બીજું ચીનથી અહીં તેમનો મતલબ એવો હતો કે ચીનની જેમ મહાસત્તા નહીં બનવા દે. અમેરિકાએ આ વાત સાંભળતા તરત જ કહી દીધું કે આ ફ્રોઈડિયન સ્લિપ હતી. એટલે કે જે વાત મનમાં છૂપાવી રાખી હોય તે અજાણતા જીભથી બહાર આવી જાય. પણ આપણે બંને ઘટનાથી અહીં સમજવાનું એ રહે કે એક બાજુ અમેરિકા પોતાના દુશ્મન ચીનને ટેક્નોલોજી પહોંચાડવાની ના પાડે છે અને બીજી બાજુ એ જ અમેરિકા ભારતને પોતાનો પાક્કો મિત્ર કહીને તેની વધતી તાકતથી ડરે છે. અમેરિકા ભારતને દબાવવા માગે છે? અહીં સમજવા જેવી વાત એ છે કે અમેરિકા ભારતને પોતાનો મિત્ર કહે છે તો રશિયન રાજદૂત કેમ એવો દાવો કરે છે કે અમેરિકા ભારતને દબાવવા માગે છે? અને જો અમેરિકા ચીનનું દુશ્મન છે તો હથિયારોના વેચાણની આ ઓફર આવી તો આવી ક્યાંથી? શું તમને લાગે છે કે આ વાત અલગ છે? કે પછી ક્યાંક આ વાત એક જ નથીને? જે કંઈ પણ હોય આપણે ડેટાને આગળ મૂકીને વાત કરીએ. ચીને પોતાના લોકોનું લોહી વહાવતા, અમેરિકા લાલઘૂમ વાત કરીએ 1989ના જમાનાની. ત્યારે ચીનના બેજિંગ શહેરના તિયાનઆનમેન સ્ક્વેર પર હત્યાકાંડ થયો હતો. વિદ્યાર્થીઓ ચીન સામે ભ્રષ્ટાચાર અને સ્વતંત્રતા મામલે વિરોધ કરી રહ્યા હતા. જેને દબાવવા સરકારે સેના મોકલી હતી અને પછી પોતાના જ નાગરિકોનું લોહી વહાવ્યું હતું. તેના પછી અમેરિકાએ ચીન પર હથિયારો વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને આર્મ્સ એમ્બાર્ગો કહેવાય છે. આપણે જાણીએ છીએ કે હથિયારો એટલે બંદૂક, બોમ્બ, મિસાઈલ, હેલિકોપ્ટર વગેરે… વગેરે… પણ ત્યારનો જમાનો અને અત્યારનો જમાનો અલગ છે. છૂપી રીતે અમેરિકાના ચીપ વાપરતું ચીન અત્યારે ડ્યુઅલ યુઝ ટેક્નોલોજીનો જમાનો છે. અત્યારે લોઢાની ટેન્કથી નહીં પણ સેમિકન્ડક્ટર, ચિપ્સ, સેન્સર્સ અને AIથી પણ યુદ્ધ લડી શકાય છે. અમેરિકા લાંબા સમયથી દુનિયાને આવી ટેક્નોલોજી મોકલતું રહ્યું છે તેનો ઈતિહાસ છે. પણ ચીન આવા જ પાર્ટ્સનો પોતાના આધુનિક હથિયારો બનાવવા માટે ઉપયોગ કરી લે છે. એટલે જ અમેરિકાએ ચીની ચીપ પર પ્રતિબંધો મૂક્યા હતા. કહેવાનો મતલબ એ છે કે ડેવિડ પરડ્યૂ ખોટું ન બોલી રહ્યા હોય તો તેમની હથિયારની વાતનો મતલબ ડ્યુઅલ યુઝ ટેક્નોલોજી પણ હોય શકે. અને જો ડેવિડ પરડ્યૂ હવામાં જ વાત કરી રહ્ય હોય તો અહીં એ વાતની ચર્ચા કરવાનો મુદ્દો જ નથી ઉઠતો. આ જ મામલે સ્વીડનની ઈન્ટરનેશનલ સંસ્થા SIPRI કહે છે કે હથિયારો વેચવામાં દુનિયાનો કોઈ પણ દેશ અમેરિકાની આસપાસ પણ નથી. હથિયારો વેચવામાં અમેરિકા દુનિયામાં નંબર વન દુનિયામાં જેટલા હથિયારો વેચાય છે તેમાંથી 42 ટકા તો અમેરિકાના હોય છે. ચીનની નિકાસ 5.6 ટકા સાથે પાંચમા નંબરે છે. ડિફેન્સ બજેટની વાત કરીએ તો અમેરિકા દર વર્ષે ડિફેન્સ પાછળ 921 બિલિયન ડોલર ખર્ચે છે, આ યુદ્ધની પરિસ્થિતિમાં તો ટ્રમ્પે આ આંકડો 1 ટ્રિલિયનને પાર કરવાનો પણ દાવો કરી દીધો છે. સામેની બાજુ ચીન ડિફેન્સ બજેટામાં 336 બિલિયન ડોલર ખર્ચે છે. આ સાબિત કરે છે કે ચીન અને અમેરિકા વચ્ચે હથિયારો બનાવવામાં કે ખરીદવામાં કોઈ મુકાબલો નથી. ચીન અમેરિકા કોને હથિયાર વેચે છે? અમેરિકા પોતાના મોટાભાગના હથિયારો મિડલ ઈસ્ટ અને નાટોના 99 જેટલા દેશોને વેચીને અબજો ડોલરનો નફો રળે છે. SIPRIના 2021–25ના ડેટા મુજબ અમેરિકા સૌથી વધુ હથિયારો સાઉદી અરેબિયા (12%), યુક્રેન (9.4%), જાપાન (8.9%), ઓસ્ટ્રેલિયા (4.3%) અને ઈઝરાયલને (4.1%) વેચે છે. સામેની બાજુ ચીનની વાત કરીએ તો તે 47 દેશોને હથિયાર વેચેની નફો કમાવે છે. ચીન પોતાના મોટા ભાગના હથિયારો એશિયા અને આફ્રિકાના દેશોને વેચે છે. ચીન કયા દેશોને સૌથી હથિયાર વેચે છે તે ટોપ પાંચ દેશોનો ડેટા તો જાહેરમાં અવેઈલેબલ નથી પણ તમે જાણીને ચોંકી જશો કે ચીનના પોતાના ટોટલ હથિયારોમાંથી 61 ટકા હથિયારો તો એકલું પાકિસ્તાન ખરીદી લે છે. ચીનનો હથિયાર વેચવા પાછળનો વિચાર પૈસા કમાવવા નહીં પણ પોતાના આસપાસના દેશોને હથિયારો આપવા છે જેથી તે ચીન પર નભેલા રહે. પાકિસ્તાન પાસે આજના સમયમાં રહેલા JF-17 ફાઈટર જેટ્સ હોય કે એર ડિફેન્સ સિસ્ટમ, આ બધુ જ પાકિસ્તાનને ચીને જ પધરાવેલું છે. રશિયન રાજદૂતની વાત હવામાં નહોતી? અને બરોબર અહીં જ એન્ટ્રી થાય છે ભારતની. કારણ કે ચીનની આ ગેમ અમેરિકા બરોબર સમજી ગયું છે. એક સમયે અમેરિકાએ વેપારના નામે ચીનને છૂટ આપી હતી પણ આજે ચીન તે જ હથિયારો વેચવામાં પાંચમા નંબરે પહોંચી ગયું છે. એટલે જ રશિયન રાજદૂત ડેનિસ અલિપોવે કરેલી વાત કોઈ હવામાં તીર નહોતું. અમેરિકા ઈચ્છે છે કે જે રીતે ચીને પોતાનો પાવર વધાર્યો તે રીતે ભારત પણ પોતાનો પાવર વધારી રહ્યું છે. અમેરિકાને મિત્ર નહીં, ઈશારે નાચતો નોકર ગમે! પણ ચીન અને ભારત જેવા અમેરિકાના હાલ ફરી ન થાય તેના માટે તેણે બીજા વિશ્વ યુદ્ધ પછી એવા મિત્રો પસંદ કર્યા જે તેના મિત્રો નહીં પણ જુનિયર પાર્ટનર બનીને ઉભા રહે. સાવ શોર્ટમાં કહીએ તો અમેરિકાના ઈશારે નાચે. નાટો દેશો, યુરોપ, જાપાન કે સાઉદી અરેબિયા તેના જીવતા ઉદાહરણો છે. ભારત કોઈના ઈશારે નાચવા તૈયાર નહીં! પણ ભારત કોઈનું જુનિયર પાર્ટનર બનવા તૈયાર નથી. ભારત પોતાના નિર્ણયો જાતે લેવામાં વિશ્વાસ રાખે છે. પણ અમેરિકાને ભારતને કન્ટ્રોલમાં રાખવું છે. અમેરિકાને બીક છે કે જો ભારતને બધી જ લેટેસ્ટ ટેક્નોલોજીનું બજાર મળી જશે તો તે પણ ચીનની જેમ તાકાતવર બની જશે અને અમેરિકાનું ગાંઠશે નહીં. ભારતનો વધતો આર્થિક વિકાસ દર, યુવા વસ્તી અને વધતું મેન્યુફેક્ચરિંગ સેક્ટર અમેરિકાના ડરને સાચું સાબિત કરે છે. અમેરિકાના ભરોસે ભારત ભરાયું હતું એટલે જ અમેરિકા ભારતને હથિયારો અને ટેક્નોલોજી આપવામાં ખચકાય છે. ભારત અને અમેરિકા વચ્ચે તેજસ ફાઈટર જેટ માટે એન્જિન બનાવવાની ડિલ થઈ હતી પણ અમેરિકાએ જાણી જોઈને આ ડીલમાં મોડું કર્યું જેના લીધે ભારતનો તેજસ ફાયટર જેટ બનાવવાનો ખર્ચો અઢી ગણો વધી ગયો. આનાથી ભારતને પણ એ સમજવું રહ્યું કે કોઈ દેશના ભરોસે રહેવા કરતાં આત્મનિર્ભર બનવું વધુ બરોબર છે. તો… રશિયા ચીનના ખોળામાં બેસી જાત! એટલે જ ભારતે રશિયાને ક્યારેય છોડ્યું નથી. અને અહીં જ ચાલુ થાય છે ભારત-રશિયા-ચીન પાવરનો ટ્રાયએંગલ. જો યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે રશિયાને છોડી દીધું હોત તો રશિયા ચીનના ખોળામાં બેસી જાત. એટલા માટે જ ભારતે રશિયા પાસેથી મોટાપાયે ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું. પણ હમણાં-હમણાંના ડેટા કહી જાય છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું થોડું ઓછું કર્યું છે. પણ તેનું કારણ અમેરિકાનું દબાણ કે ડર નહીં પણ રૂપિયા-રૂબલના પેયમેન્ટના ઈશ્યૂ છે. આ જ સમસ્યા વચ્ચે સાઉદી અરેબિયા અને ઈરાકે ભારતને સારું ડિસ્કાઉન્ટવાળું તેલ આપવાનો વાયદો કર્યો એટલે ભારતે પોતે જ પોતાનો સપ્લાય ઓર્ડર ડાયવર્ટ કરી દીધો છે. આજના સમયમાં ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. ભારતે ચીન સાથે દોસ્તી કરી લેવી જોઈએ? પણ એક્સપર્ટ્સ સતત એક વાત ભારતને સમજાવી રહ્યા છે કે તમે ચીન સાથે એક ટેબલ પર બેસીને તમારા નાની સરહદી જમીનની સમસ્યાઓ ઉકેલી લો અને ચીન સાથે દોસ્તી વધુ પાક્કી કરી લો. આવું કરવું જોખમ તો છે પણ ભારતના હિતમાં પણ છે. સમાચારો છે કે બ્રિક્સ પહેલા અને પછી ભારત ચીન સાથે પોતાની સમસ્યાઓ સુધારવા માટે બેઠકોનો મારો પણ ચલાવી રહ્યું છે. NSA ડોવાલની ચીન સાથે હાઈપ્રોફાઈલ મિટિંગ જેના ભાગરૂપે 25 ઓગસ્ટ 2026ના દિવસે ચીનના બેજિંગમાં ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોવાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બેઠક પણ થઈ હતી. આપણા સરહદી વિવાદોનું સોલ્યુશન લાવવા માટે આ 25મી બેઠક હતી. 12 સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટમાં ચીન તરફથી શી જિનપિંગ અને ભારત તરફથી મોદી વચ્ચે પણ બેઠક થઈ હતી. ભારત અને ચીન વચ્ચે 3 હજાર 488 કિલોમીટર લાંબી જમીની સરહદ છે. લાંબા સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે પણ હજુ ઉકેલ થવાના પાક્કા સમાચાર મળ્યા નથી. ભારત પાસે બચવાના 3 રસ્તા ભારત પાસે હવે અહીં આગળ વધવા માટે 3 રસ્તાઓ દેખાઈ રહ્યા છે. જો આ બધુ થઈ જાય અને બેઠકો સક્સેસફૂલ રહે અને ભારત-ચીન દોસ્ત બની જશે અને દુનિયાને ભારત-ચીન-રશિયાની નવી પાવરફુલ એક્સિસ મળી જશે. અને છેલ્લે… જીઓપોલિટિક્સમાં દુશ્મની કરતાં મજબૂરી મહત્વની હોય છે. જે UAE ક્યારેય ઈઝરાયલ સાથે ખુલ્લેઆમ ઉભું નહોતું રહેતું એ UAEમાં નેતન્યાહુએ રાષ્ટ્રપતિ સાથે એક સિક્રેટ મુલાકાત કરી હતી. કહેવાય છે કે બેઠકના કેન્દ્રમાં ઈરાન અને હુથીઓના હુમલા હતા. એટલે હવે મિડલ ઈસ્ટમાં કંઇક નવું થાય તો નવાઈ નહીં. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ભારતને રોકવા અમેરિકાનું ષડયંત્ર:રશિયાના રાજદૂતે ભાંડો ફોડ્યો, જિનપિંગને હથિયારો વેચવા ટ્રમ્પની સિક્રેટ ઓફર, મહાસત્તાની ડબલ ગેમને આ રીતે સમજો
📅 Published: September 29, 2026 |
📂 Category: International
