Australiaને સીરિઝ પહેલા મોટો ઝટકો, 2 સ્ટાર ખેલાડીઓ થયા બહાર

📅 Published: September 29, 2026 | 📂 Category: cricket

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝ વચ્ચે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી છે. ટીમના બે ખેલાડીઓ નાથન એલિસ અને જોએલ ડેવિસઈજાના કારણે બાકીની સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.ખાસ વાત એ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંનેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.નાથન એલિસ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં રમી શકશે નહીં. બીજી તરફ ડાબોડી સ્પિનર જોએલ ડેવિસ પણ ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

નાથન એલિસને સાઇડ સ્ટ્રેનની ઈજા

બીજી વનડે દરમિયાન નાથન એલિસ માત્ર 4 ઓવર જ બોલિંગ કરી શક્યા હતા.ત્યારબાદ તેમને સાઇડ સ્ટ્રેનની સમસ્યા અનુભવાઈ હતી અને તેઓ પોતાનો ઓવર પણ પૂરો કરી શક્યા નહોતા.હવે એલિસ પોતાની ઈજાની તપાસ અને રિહેબિલિટેશન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે.ટીમ મેનેજમેન્ટનો હેતુ તેમને 13 નવેમ્બરથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ઘરઆંગણે વનડે સિરીઝ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ કરવાનો રહેશે.ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન એલિસે ઓસ્ટ્રેલિયા માટે સારો દેખાવ કર્યો હતો. તેથી તેમનું બહાર થવું ટીમ માટે મહત્વનું નુકસાન છે.

જોએલ ડેવિસ પણ ઈજાગ્રસ્ત

ડાબોડી સ્પિનર જોએલ ડેવિસને પણ બીજી વનડે દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી મેચ દરમિયાન તેઓ સબ્સ્ટિટ્યૂટ ખેલાડી તરીકે ફિલ્ડિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાને કારણે હવે ડેવિસ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના સ્થાને કોઈ નવા ખેલાડીની જાહેરાત કરી નથી.

ત્રીજી વનડેમાં બોલિંગ વિકલ્પો પર નજર

30 સપ્ટેમ્બરે પોચેફસ્ટ્રૂમમાં રમાનારી ત્રીજી વનડે પહેલાં એલિસ બહાર થતાં ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 4 ફિટ ઝડપી બોલર્સ ઉપલબ્ધ રહેશે.પેટ કમિન્સ પ્રથમ બે વનડેમાં રમ્યા નહોતા, પરંતુ હવે ત્રીજી મેચમાં તેમની વાપસી થઈ શકે છે. બીજી તરફ મિચેલ સ્ટાર્કને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો, તેથી તેઓ પણ અંતિમ મેચમાં મેદાન પર જોવા મળી શકે છે.પ્રથમ બે મેચ રમનારા જોશ હેઝલવુડને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ઝેવિયર બાર્ટલેટને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જાળવી રાખવાની તક મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા A ટીમમાં પણ ફેરફાર

આ દરમિયાન ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયા A ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રેન્ડન ડોગેટ, ફર્ગસ ઓ’નીલ અને કેમ્પબેલ કેલવે શેફિલ્ડ શીલ્ડ સિઝનની શરૂઆત માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે.મંગળવારથી પુડુચેરીમાં શરૂ થનારી બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં સેમ હાર્પર, ઝાય રિચર્ડસન અને લિયામ હેચર રમતા જોવા મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા Aની વનડે ટીમમાં નવા ખેલાડીઓ

6 ઓક્ટોબરથી શરૂ થનારી 3 મેચની ઓસ્ટ્રેલિયા A વનડે સિરીઝ માટે રાઇલી મેરેડિથ અને વિલ સદરલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ જેક એડવર્ડ્સ અને એરોન હાર્ડીની જગ્યાએ આવશે.જેક એડવર્ડ્સ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને કેમેરન ગ્રીનના વિકલ્પ તરીકે ત્યાં મોકલવામાં આવ્યા હતા.તેમણે સિરીઝની પ્રથમ 2 વનડે પણ રમી હતી.બીજી તરફ એરોન હાર્ડી ઘૂંટણની હળવી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

આ પણ વાંચો – Virat kohaliએ પસંદ કર્યા પોતાના ફેવરિટ ખેલાડીઓ, રોહિત શર્મા અને MS ધોનીને ન મળી જગ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *