Bharuch: પેટ્રોલ પંપ પર સરપંચનો તલવાર સાથે આતંક,મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કર્મચારીઓમાં દોડધામ

📅 Published: September 29, 2026 | 📂 Category: Crime

ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જણીયાદરા ગામમાં સરપંચના કથિત બેફામ વર્તનનો ગંભીર મામલો સામે આવ્યો છે. પેટ્રોલ પંપ પર વાહન લેવાના મુદ્દે થયેલા વિવાદ બાદ જણીયાદરા ગામના સરપંચ ઇન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રણા ઉર્ફે અલ્પેશ પર ખુલ્લી તલવાર સાથે ધમાલ કરવાનો અને મહિલાઓ સહિત પેટ્રોલ પંપના કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ થયો છે.

ગાડી લેવાના મુદ્દે સરપંચનો પિત્તો ગયો

મળતી માહિતી મુજબ, જણીયાદરા ગામના સરપંચ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ગાડી અન્ય પોઇન્ટ પરથી લેવાનું કહેવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હોવાનું સામે આવ્યું છે.

ખુલ્લી તલવાર લઈને બહાર આવ્યા

વિવાદ વકરતાં સરપંચ કથિત રીતે કારમાંથી ખુલ્લી તલવાર લઈને બહાર આવ્યો હતો અને મહિલાને મારવાનો પ્રયાસ કરતાં પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ખુલ્લી તલવાર લઈને મહિલાને મારવાનો પ્રયાસ કર્યો

આ સમગ્ર ઘટનામાં સરપંચે ખુલ્લી તલવાર લઈને મહિલાને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓએ મામલો વધુ ન વણસે તે માટે વચ્ચે પડી મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસને જાણ કરવાની વાત કરવામાં આવી હતી.

પોલીસ બોલાવવાની વાત સાંભળતા કાર ચઢાવવાનો પ્રયાસ

પોલીસને બોલાવવાની વાત થતાં સરપંચ વધુ ઉશ્કેરાયા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેમણે કાર પેટ્રોલ પંપના કર્મચારીઓ તરફ હંકારી તેમના પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર ભારે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર મામલામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.

પોલીસ તપાસ શરુ 

હાલ આ મામલે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી અંગેની વિગતો સામે આવવાની બાકી છે. આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. 

આ પણ વાંચો  :   CJP : કોકરોચોએ ભાજપ સરકારે બનાવેલી સ્કૂલની પહેલીવાર કરી પ્રશંસા,કહ્યું- ‘આવી સ્કૂલ વધુ બનાવો’, Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *