Bhavnagar : સિહોર જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યા યોજાઈ

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

23

સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ્ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત ઔદિચ્ય છાત્રાલય, સિહોર ખાતે જનરલ મીટીંગ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ્ સિહોરના તમામ સભ્યો સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રુપના સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયા દ્વારા જાન્યુઆરી 2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા 37 જેટલા સેવાકીય પ્રોજેક્ટ્સનો વિસ્તૃત અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો આ સંસ્થામાં દાતાઓ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ના મેમ્બરસ દ્વારા દાતા તરીકે પણ સહકાર આપ્યો હતો

આ પ્રસંગે ગ્રુપના પ્રમુખ સમીરભાઈ બેલીમ, આઈ પી પી જયદત્તભાઈ જાની, સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયા, પીઆરઓ હરિશભાઈ પવાર તેમજ સિનિયર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સમીરભાઈ બેલીમ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાયન્ટ્સ મેમ્બર હિરેનભાઈ પંડયા તથા તેમના પત્ની કૃપાબેન પંડયા દ્વારા સુમધુર સંગીત સંધ્યા રજૂ કરવામાં આવી હતી. તેમના મધુર સ્વરથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. સિનિયર મેમ્બર મહેન્દ્રભાઈ મણિયાર , ભરતભાઈ ભટ્ટ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુનિલભાઈ ત્રિવેદી દ્વારા સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયાની શ્રોષ્ઠ કામગીરી અને રિપોર્ટિંગ ને બિરદાવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *