અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકાના વાંસવા પે સેન્ટર પ્રાથમિક શાળાના આચાર્યને શાળામાં સહ શિક્ષિકા સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ પત્ની દ્વારા કરાયો છે. ગત સોમવારે બપોરે પત્ની અને સગા શાળા પહોંચ્યા હતા. આચાર્ય અને શિક્ષિકાને સાથે જ એક રૂમમાં જમવા બેઠેલા જોતાજ મામલો બિચકયો હતો અને હોબાળો મચ્યો હતો. જેથી વાલીઓ અને ગામના આગેવાનો દોડી આવી મામલો જાણતા વાલીઓ બાળકોને ઘરે લઈ ગયા હતા. તેમજ ગ્રામ આગેવાનો, લોકોમા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આચાર્ય હર્ષદકુમાર જાદવનું વર્તન સારું નહિ હોવાનુ તથા શાળા પ્રવેશોત્સવ સમયે પ્રાંત અધિકારીએ સફાઈ અંગે ટકોર કરતા તેમની સાથે પણ જાહેરમાં વ્યવહાર સારો કર્યો ન હોવાના બનાથી ગ્રામ્ય આગેવાનો બાળકોના સંસ્કાર, અભ્યાસના ભવિષ્યને ધ્યાને રાખીને આચાર્ય સામે યોગ્ય પગલાં ભરવા અમદાવાદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ મંગળવારે માંગ કરી આવેદન પાઠવ્યું હતુ. મંગળવારે શાળાને તાળા બંધી કરી દીધી હતી. બીજી તરફ્ વિરમગામ તાલુકામાં વાંસવા પ્રાથમિક શાળા આચાર્ય સામેના આક્ષેપ હોબાળા થી શિક્ષણ જગતમાં શર્મસાર ચર્ચાઓએ જોર પકડયું છે. વધુમા પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા અધિકારી સમક્ષ આગેવાનોએ રજૂઆત કરતા અધિકારી દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે.
Ahemdabad : વાંસવાની પે સેન્ટર શાળામાં તાળાબંધી યથાવત
📅 Published: September 29, 2026 |
📂 Category: Ahmedabad
