માંડલ : તા. 28મી સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ નિમિતે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રજનીકાંત કાપડીયા દ્વારા જિલ્લાના નાગરિકોને હડકવા રોગ અંગે જાગૃત રહેવા અને કુતરા કે અન્ય પ્રાણીના કરડવાના બનાવમાં તાત્કાલિક તથા યોગ્ય સારવાર લેવા અપીલ કરાઈ છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈના જણાવ્યા મુજબ હડકવા એક ગંભીર અને જીવલેણ વાયરલ રોગ છે, જોકે સમયસર યોગ્ય સારવાર,રસીકરણ અને જરૂરી તબીબી માર્ગદર્શન દ્વારા હડકવા જેવા રોગોથી બચી શકાય છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં સોમવારે હડકવા રોગ દિવસ અંતર્ગત ઉજવણી કરી વિવિધ તાલુકાના લોકોને અને જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
Ahemadabad : અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ હડકવા રોગ દિવસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ
📅 Published: September 29, 2026 |
📂 Category: Ahmedabad
