Vadodara : શહેરી વિસ્તારમાં રેડિયેશનને કારણે કાગડાની વસ્તી ઘટી

📅 Published: September 29, 2026 | 📂 Category: Baroda

09

શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં જ ઘરના આંગણે કે અગાસીમાં પિતૃઓના સ્મરણાર્થે કાગવાસ મૂકવાની પરંપરા છે. કાગડો આવીને અન્ન ગ્રહણ કરે તેને ધાર્મિક માન્યતા સાથે જોવામાં આવે છે. પરંતુ આજે દરેકના મનમાં એક જ સવાલ છે. 20 કે 30 વર્ષ પહેલાં ઘરની છત, આંગણા અને શેરીઓમાં જેટલાં કાગડા દેખાતા હતા, તે બધા ક્યાં ગયા

એવું બિલકુલ નથી કે કાગડા સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ હવે સમગ્ર શહેરમાં દેખાવાને બદલે માત્ર અમુક અનુકૂળ વિસ્તારો સુધી જ સીમિત થઈ ગયા છે.

એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના ડો. રણજીતસિંહ દેવકરના જણાવ્યા અનુસાર, અંદાજે 10 વર્ષ પહેલાં તેમના વિદ્યાર્થી દ્વારા વડોદરાના ચોક્કસ વિસ્તારો જેવા કે સયાજીબાગ, બહુચરાજી, જેતલપુર, પાણીગેટ, પ્રતાપગંજ, એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસ અને લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં કાગડાની હાજરી અને તેમના માળાઓ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.

તે સમયે માત્ર કાગડા કે તેમના માળા છે કે નહીં તેનો અભ્યાસ થયો હતો, પણ કાગડાની ચોક્કસ વસ્તી ગણતરી કરવામાં આવી નહોતી. શહેરમાં દર વર્ષે ગીધ અને યાયાવર પક્ષીઓની ગણતરી થાય છે, પણ કાગડા જેવાં મહત્વના પક્ષીની સત્તાવાર ગણતરી થઈ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *