છેલ્લા દિવસોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિએ કિડની ફંક્શન ટેસ્ટ (KFT) અંગે એક ભલામણ કરી છે. તેમાં 20 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને દર 6 મહિને KFT કરાવવાની વાત કહેવામાં આવી છે. આ સૂચન નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન-કમ્યુનિકેબલ ડિઝીઝ (NP-NCD) હેઠળ આપવામાં આવ્યું છે. આ ભલામણ એવા સમયે આવી છે, જ્યારે દેશમાં કિડનીની બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’માં પ્રકાશિત એક વૈશ્વિક અભ્યાસ મુજબ, ભારતમાં હાર્ટ ડિઝીઝ પછી ક્રોનિક કિડની ડિઝીઝ (CKD) બીજી સૌથી મોટી બીમારી બની ચૂકી છે. ચિંતાની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં ઘણીવાર કિડનીની બીમારીના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. આવી સ્થિતિમાં લોકોને તેની જાણ ત્યારે થાય છે, જ્યારે કિડની મોટા પ્રમાણમાં ખરાબ થઈ ચૂકી હોય છે. આ જ કારણસર સમિતિએ સારવાર કરતાં સમયસર ઓળખ અને બચાવ પર વધુ ભાર મૂક્યો છે. આથી આજે ‘ફિઝિકલ હેલ્થ’માં KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. નિરંજન કુલકર્ણી, કન્સલ્ટન્ટ, નેફ્રોલોજી, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ પ્રશ્ન- સંસદીય સમિતિએ વર્ષમાં બે વખત કિડની ટેસ્ટ કરાવવાની ભલામણ શા માટે કરી છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- શું ભારતમાં કિડની ડિઝીઝના આંકડા ખરેખર ચિંતાજનક છે? જવાબ- હા, આંકડાઓ પરથી તેની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. હેલ્થ જર્નલ ‘ધ લાન્સેટ’ અનુસાર, વર્ષ 2023માં ભારતમાં આશરે 13.8 કરોડ લોકો ક્રોનિક કિડની ડિઝીઝથી પીડિત હતા. વળી, સંસદીય સમિતિ અનુસાર, દર વર્ષે લગભગ 2 લાખ નવા દર્દીઓ કિડની ડિઝીઝના અંતિમ તબક્કે પહોંચી જાય છે, જ્યારે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પ્રશ્ન- KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ શું છે? જવાબ- આ ટેસ્ટ દ્વારા કિડનીની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે લોહી અને પેશાબના નમૂના લેવામાં આવે છે. તેમાં સીરમ ક્રિએટિનિન, એસ્ટિમેટેડ ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ (eGFR) અને પેશાબમાં પ્રોટીન તથા એલ્બ્યુમિન જેવી તપાસો કરવામાં આવે છે. પ્રશ્ન- KFT ટેસ્ટથી કિડની વિશે શું જાણવા મળે છે? જવાબ- આ ટેસ્ટથી કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો, કિડનીને થયેલા નુકસાનના પ્રારંભિક સંકેતો અને બીમારીની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. કિડનીની કાર્યક્ષમતાને સમજવી તેથી જરૂરી છે, કારણ કે તે શરીરમાં અનેક મહત્વપૂર્ણ કામ કરે છે. કિડનીને નુકસાન થવાથી અનેક પ્રકારના ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા થઈ શકે છે. કિડનીનાં મુખ્ય કામ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- KFTમાં કયા-કયા ટેસ્ટ સામેલ હોય છે? જવાબ- તેમાં અનેક ટેસ્ટ સામેલ હોય છે, જે કિડનીની કાર્યક્ષમતા અને તેના સ્વાસ્થ્યના અલગ-અલગ પાસાઓનું મૂલ્યાંકન કરે છે. તેને પૉઇન્ટર્સ દ્વારા સમજીએ- સીરમ ક્રિએટિનિન અંદાજિત ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ (eGFR) બ્લડ યુરિયા યુરિનમાં પ્રોટીન અથવા એલ્બ્યુમિન સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ધ્યાન રાખો, અલગ-અલગ લેબના KFT પેનલમાં સામેલ તપાસો અલગ હોઈ શકે છે. પ્રશ્ન- KFT ટેસ્ટ કેવી રીતે થાય છે? શું તેના માટે કોઈ ખાસ તૈયારી જરૂરી છે? જવાબ- તેમાં સામાન્ય રીતે બ્લડ અને યુરિન સેમ્પલ લેવામાં આવે છે. મોટાભાગના કેસમાં ખાસ તૈયારીની જરૂર હોતી નથી. પરંતુ કેટલાક ટેસ્ટ માટે ફાસ્ટિંગ અથવા દવાઓ સંબંધિત વિશેષ સલાહ આપવામાં આવી શકે છે. પ્રશ્ન- KFTમાં થતા તમામ ટેસ્ટની સામાન્ય રેન્જ શું છે? જવાબ- તેમાં સામેલ અલગ-અલગ તપાસોની સામાન્ય રેન્જ અલગ હોય છે. તેને ગ્રાફિક દ્વારા સમજીએ- પ્રશ્ન- કયા લોકોએ નિયમિત કિડની ટેસ્ટ કરાવવો જોઈએ? જવાબ- કેટલાક લોકોમાં CKDનું જોખમ વધારે હોય છે, તેથી તેમણે ડૉક્ટરની સલાહ મુજબ દર 6 મહિને કિડની સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- કિડનીને નુકસાન થવાના શરૂઆતના સંકેતો શું છે? જવાબ- કિડનીને નુકસાન થવાનો સૌથી મોટો પડકાર એ છે કે શરૂઆતના તબક્કામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. જોકે, કિડનીની કાર્યક્ષમતા ઘટવા પર કેટલાક સંકેતો દેખાઈ શકે છે. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- આપણી કઈ ભૂલો અને આદતોને કારણે કિડનીને નુકસાન થાય છે? જવાબ- આપણી રોજિંદી કેટલીક ખોટી આદતો કિડની પર વધારાનું દબાણ લાવે છે, જેમ કે- પ્રશ્ન- જો KFT રિપોર્ટ ખરાબ આવે તો શું કરવું? જવાબ- સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લો, જેથી રિપોર્ટનું સાચું કારણ જાણી શકાય. તમે આ પગલાં લઈ શકો છો- ધ્યાનમાં રાખો, KFTમાં ગડબડનો અર્થ હંમેશાં કિડની ફેલ્યોર થતો નથી. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ઘણા કિસ્સાઓમાં સ્થિતિને વધુ બગડતી અટકાવી શકાય છે. પ્રશ્ન- જો KFT રિપોર્ટ યોગ્ય હોય તો શું કરવું? જવાબ- હાલમાં તપાસમાં કિડનીની કાર્યક્ષમતા સામાન્ય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આગળ કિડનીના સ્વાસ્થ્યને લઈને તમે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જાઓ. જો કોઈ એવી આદત હોય, જે કિડનીને નુકસાન પહોંચાડી શકે, તો તેને આજથી જ છોડી દો અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો. પ્રશ્ન- કિડનીને હેલ્ધી રાખતી શ્રેષ્ઠ આદતો કઈ છે? જવાબ- કિડની પરનું દબાણ ઓછું કરવા માટે હેલ્ધી આદતો અપનાવવી જરૂરી છે. તમામ હેલ્ધી આદતોની યાદી ગ્રાફિકમાં જોઈએ- KFT સાથે જોડાયેલા સામાન્ય પ્રશ્ન-જવાબ પ્રશ્ન- શું KFT રિપોર્ટ ખરાબ આવવાનો અર્થ ‘કિડની ડેમેજ’ થવો છે? જવાબ- આવું જરૂરી નથી. KFTમાં ગડબડ થવાના અનેક કારણો હોઈ શકે છે. ડૉક્ટર જરૂરિયાત મુજબ ફરીથી તપાસ અને અન્ય ટેસ્ટ દ્વારા કારણની પુષ્ટિ કરે છે. પ્રશ્ન- સામાન્ય KFT રિપોર્ટનો અર્થ એ છે કે કિડની સંપૂર્ણપણે સ્વસ્થ છે? જવાબ- જરૂરી નથી. શરૂઆતના CKDમાં KFTનું પરિણામ સામાન્ય આવી શકે છે. જોખમ ધરાવતા લોકોમાં ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત સ્ક્રીનિંગ જરૂરી છે. પ્રશ્ન- KFTમાં કેટલો ખર્ચ થાય છે? જવાબ- તેની કિંમત લૅબ અને તપાસોની સંખ્યા અનુસાર અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે KFT પૅકેજનો ખર્ચ આશરે ₹1,000 સુધીનો હોઈ શકે છે.
દેશમાં 14 કરોડથી વધુ લોકોની કિડની ખરાબ:8 લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા, વર્ષમાં બે વાર KFT કરાવવાની સરકારની ભલામણ; ડૉક્ટર પાસેથી જાણો તમામ જવાબ
📅 Published: September 30, 2026 |
📂 Category: Lifestyle
