સુરેન્દ્રનગરમાં 17 ઓક્ટોબરે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ:એનિમિયા અને આંખના નિદાન માટે વિનામૂલ્યે સેવાઓ, લાભ લેવા અપીલ

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરમાં 17 ઓક્ટોબરે એક નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં એનિમિયા નિવારણ અને આંખના નંબરની તપાસ જેવી સેવાઓ વિનામૂલ્યે મળશે.મદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC), સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ (SMFT), લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર (મેઈન) અને વિનસ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ યોજાશે. જાહેર જનતાને આનો લાભ લેવા અપીલ કરાઈ છે. એનિમિયા નિવારણ કેમ્પમાં હિમોગ્લોબિન ચેકઅપ, તબીબી સલાહ, દવા અને માર્ગદર્શન અપાશે. લોહીની ઉણપ અંગે જાગૃતિ અને સમયસર નિદાન માટે આ કેમ્પ ઉપયોગી બનશે.આંખના નંબરની તપાસ પણ નિઃશુલ્ક થશે. જો ચશ્માની જરૂર જણાશે તો તેની વ્યવસ્થા પણ કરાશે.કેમ્પ 17 ઓક્ટોબર, 2026ના શનિવારે સવારે 9:30થી બપોરે 1:00 વાગ્યા સુધી લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર (મેઈન), પતરાવાળી હોટેલ પાસે યોજાશે. વધુ માહિતી માટે હેકીન ગણાત્રા (9377328560), કિરીટભાઈ ત્રિવેદી (9879340444) અને ડૉ. યોગેન્દ્રસિંહ સોલંકી (9824519630)નો સંપર્ક કરી શકાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *