પાક એરસ્પેસનો વિકલ્પ બનશે લેહ-હોતાન રૂટ; ચીન સાથે વાતચીત:નવા રૂટથી ભારતીય વિમાનો સીધા પશ્ચિમી દેશો જઈ શકશે; પાકિસ્તાનની એરસ્પેસ 17 મહિનાથી બંધ

📅 Published: September 30, 2026 | 📂 Category: International

પાકિસ્તાનની એરસ્પેસ બંધ થયા બાદ યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ભારતીય ફ્લાઇટ્સને અરબી સમુદ્ર અને મસ્કટના માર્ગે લાંબો ફેરો લેવો પડી રહ્યો છે. તેના કારણે ઉડાનનો સમય 45 મિનિટથી 2 કલાક સુધી વધી ગયો છે. આ સમસ્યાને દૂર કરવા માટે ભારત ચીન સાથે શિનજિયાંગના હોતાનથી નવો એર રૂટ શરૂ કરવા અંગે વાતચીત કરી રહ્યું છે. આ રૂટમાં દિલ્હી અને મુંબઈથી ફ્લાઇટ્સ લેહ જશે. ત્યાંથી ચીની એરસ્પેસમાં પ્રવેશ કરીને કિર્ગિઝસ્તાનના માર્ગે યુરોપ, બ્રિટન અને ઉત્તર અમેરિકાના વર્તમાન રૂટ સાથે જોડાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે હોતાન રૂટને લઈને વાતચીત ચાલુ છે. જોકે, તેમણે રૂટ શરૂ થવાની કોઈ સમયમર્યાદા જણાવી નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *