હવે iPhone, iPad અને Apple Watch યુઝર્સ ફિઝિકલ કાર્ડ કાઢ્યા વગર અથવા OTP અને PIN નાખ્યા વગર માત્ર એક ટેપ કરીને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે.
Axis Bankથી શરૂઆત, અન્ય બેંકો સાથે પણ વાતચીત
શરૂઆતના તબક્કામાં Apple Payની સુવિધા Axis Bank દ્વારા જારી કરવામાં આવેલા Visa અને Mastercard ક્રેડિટ કાર્ડ્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. Apple Pay અને Apple Walletના વાઇસ પ્રેસિડેન્ટ જેનિફર બેઇલીએ જણાવ્યું છે કે કંપની ટૂંક સમયમાં ભારતની અન્ય મોટી બેંકો અને કાર્ડ નેટવર્કને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવાની યોજના બનાવી રહી છે.
યુઝર્સ પોતાના યોગ્ય ક્રેડિટ કાર્ડને Apple Walletમાં ઉમેરીને દેશભરના હજારો સ્ટોર્સ, ઈ-કોમર્સ સાઇટ્સ, એપ્સ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે NFC સુવિધા ધરાવતી પેમેન્ટ મશીનો પર પેમેન્ટ કરી શકશે.
આ પ્રસંગે વાઇસ પ્રેસિડેન્ટ જેનિફર બેઇલીએ કહ્યું કે, ભારત એક સક્રિય અને ડિજિટલ રીતે જાગૃત દેશ છે. ભારતીયો કેશલેસ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોની અપેક્ષા રાખે છે. ભારતમાં Apple Pay શરૂ કરતાં અમને ખૂબ આનંદ છે.
કેવી રીતે કામ કરશે Apple Pay?
Apple Pay દ્વારા પેમેન્ટ કરવું સરળ અને ઝડપી છે. યુઝર્સને વારંવાર કાર્ડ નંબર, CVV અથવા OTP નાખવાની જરૂર નહીં પડે. સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે iPhoneના સાઇડ બટન અથવા હોમ બટનને 2 વખત ક્લિક કરવું પડશે. ત્યારબાદ Face ID, Touch ID અથવા પાસવર્ડથી ઓથેન્ટિકેશન કર્યા પછી iPhone અથવા Apple Watchને POS મશીનની નજીક લઈ જતાં જ પેમેન્ટ થઈ જશે.
Swiggy, Zomato, Blinkit અથવા Croma જેવી એપ્સ અને વેબસાઇટ્સ પર ચેકઆઉટ કરતી વખતે પણ વારંવાર શિપિંગ એડ્રેસ અને કાર્ડની વિગતો ભરવાની જરૂર નહીં પડે.
હાલમાં Apple Payની સુવિધા iPhone, iPad અને Apple Watch માટે ઉપલબ્ધ છે. જ્યારે Mac કમ્પ્યુટર્સ માટે સપોર્ટ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે.
સુરક્ષા અને પ્રાઇવસીનું ખાસ ધ્યાન
Appleએ સુરક્ષા અને પ્રાઇવસીને Apple Payનો મહત્વનો આધાર બનાવ્યો છે. તમારા ક્રેડિટ કાર્ડનો અસલી નંબર ન તો ડિવાઇસમાં સેવ કરવામાં આવશે અને ન તો Appleના સર્વર પર સંગ્રહિત થશે. પેમેન્ટ દરમિયાન આ વિગતો વેપારી સાથે પણ શેર કરવામાં આવતી નથી.
Mastercard અને Visaની સુરક્ષિત ટોકનાઇઝેશન ટેક્નોલોજી દ્વારા દરેક ડિવાઇસ માટે એક અલગ ‘Device Account Number’ બનાવવામાં આવે છે. આ નંબર ડિવાઇસની Secure Element ચિપમાં સુરક્ષિત રહે છે.
Apple Pay દ્વારા પેમેન્ટ કરવા છતાં ગ્રાહકોને તેમના કાર્ડ પર મળતા તમામ રિવોર્ડ પોઇન્ટ્સ અને ઓફર્સ મળતા રહેશે.
કયા ડિવાઇસમાં Apple Pay સપોર્ટ કરશે?
Apple Payનો ઉપયોગ કરવા માટે નીચેના ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે. iPhone: iOS 18 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતો iPhone XR અથવા ત્યાર પછીનો મોડેલ.
Apple Watch: watchOS 11 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતી Apple Watch Series 6 અથવા ત્યાર પછીની સિરીઝ.
