Valsadની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નિર્દયતા, 15થી વધુ વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં ભારે હોબાળો

📅 Published: September 30, 2026 | 📂 Category: Valsad

વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢ પોર પ્રાથમિક શાળામાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતી ભારતી નામની શિક્ષિકાએ 15થી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓને અત્યંત નિર્દયતાથી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. શિક્ષિકાના આ અમાનુષી વર્તનના સમાચાર પ્રસંગતાં જ શાળા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાલીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા.

2 થી 3 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ, વાલીઓનો ભારે આક્રોશ

શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આકરા મારના કારણે 15 પૈકી 2થી 3 વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. બાળકો પર થયેલા આ અત્યાચારને પગલે વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. મામલો બિચકતાં જ વાલીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે સ્થાનિક પોલીસ કાફલો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

શિક્ષિકાની અટકાયત અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ

પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ થાળે પાડી હતી અને વાલીઓની રજૂઆતના આધારે આરોપી શિક્ષિકા ભારતીને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય પીડિત વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની કચેરીએ લઈ જઈને તેમની સાથે બનેલી ઘટના અંગે વિગતો મેળવવામાં આવી હતી. શિક્ષણ વિભાગે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને શિક્ષિકા સામે કડક ન્યાયિક અને શિસ્તભંગના પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.   

આ પણ વાંચો : Surat News : ડાયમંડ ઉદ્યોગમાં 5 વર્ષ બાદ બૂમ, ટેક્સટાઇલ માર્કેટની જેમ હવે રવિવારે પણ ધમધમશે હીરાના કારખાના


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *