સુરેન્દ્રનગરના રતનપરમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ:અડધા કલાકની મહેનત બાદ ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માલિકે તરત જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે ઘણી મહેનત કરી. લગભગ અડધા કલાકની કામગીરી પછી ફાયર વિભાગની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં થોડો સમય ભયનો માહોલ હતો, પરંતુ કોઈ નુકસાન ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *