Bike Rider માટે માઠાં સમાચાર, લોકપ્રિય આ બાઇક થઇ શકે છે બંધ, જાણો કેમ?

📅 Published: September 30, 2026 | 📂 Category: Business

ભારતીય બજારમાં સ્પોર્ટ્સ બાઇક પ્રેમીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવતી બ્રાન્ડ યામાહા (Yamaha) ટૂંક સમયમાં પોતાના બાઇક લાઇનઅપમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, કંપની તેની પ્રખ્યાત R15 શ્રેણીની સૌથી મોંઘી અને શાનદાર બાઇક ગણાતી ‘R15M’ ને બંધ કરી શકે છે. કંપની આગામી સમયમાં નવી ‘યામાહા R2’ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે બાઇકના આ લાઇનઅપમાં આ ફેરફાર જોવા મળી શકે છે. જો કે, આ અંગે યામાહા કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ મોડેલને બંધ કરવા પાછળનું મુખ્ય કારણ

આ મોડેલને બંધ કરવા પાછળનું મુખ્ય કારણ બાઇકના લાઇનઅપને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવાનું છે. હાલમાં R15M એ Yamaha R15 V4 અને આગામી R2 ની વચ્ચેની રેન્જમાં આવે છે. આ બાઇક 155cc એન્જિન સાથે આવે છે પરંતુ V4 કરતા વધુ પ્રીમિયમ ફીચર્સ આપે છે. R15M બંધ થવાથી R15 V4 એન્ટ્રી-લેવલ સ્પોર્ટ્સ બાઇક તરીકે વધુ સુલભ બનશે અને R2 ઉચ્ચ પ્રદર્શન ઇચ્છતા ગ્રાહકો માટે આગામી શ્રેષ્ઠ વિકલ્પ બનશે, જેનાથી ગ્રાહકો માટે પસંદગી કરવાનું વધુ સરળ બનશે.

કિંમન વચ્ચે જળવાશે યોગ્ય અંતર

કિંમતોની વાત કરીએ તો, ભારતીય બજારમાં Yamaha R15 S ની કિંમત આશરે ₹1.59 lakh થી શરૂ થાય છે, જ્યારે R15M ની કિંમત ₹1.90 lakh થી ₹2 lakh ની આસપાસ છે. તાજેતરમાં ચર્ચામાં આવેલી નવી Yamaha R2 ની કિંમત આશરે ₹2.3 lakh થી ₹2.4 lakh હોઈ શકે છે. જો R15M બંધ થાય છે, તો R15 શ્રેણી અને R2 વચ્ચે કિંમતનું યોગ્ય અંતર જળવાઈ રહેશે.

લોકોને ગમતી બાઇક આટલા નંગ વેચાઇ

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં R15 ના કુલ 7,691 યુનિટ્સ વેચાયા હતા, જે આ નાણાકીય વર્ષમાં સૌથી ઓછું માસિક વેચાણ રહ્યું છે. આ ઘટતા વલણને ધ્યાનમાં રાખીને પણ કંપની પોતાના મોડેલ પોર્ટફોલિયોમાં નવો બદલાવ લાવવા માટે ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચોઃ ત્વચાને ચમકાવવા માટે મોંઘા પ્રોડક્ટ્સ નહીં, દૂધનો ઉપયોગ કરો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *