કિચનનું ડાઇનિંગ એરિયામાં લાઈવ પ્રસારણ બતાવવું પડશે:લાઈવ સ્ક્રીનિંગ ગ્રાહકોને બતાવવા આદેશ, 54 એકમોને નોટિસ અને 2,77,100 નો વહીવટી દંડ

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

આરોગ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને કડક પહેલ કરવામાં આવી છે. હવેથી શહેરની તમામ રેસ્ટોરન્ટોએ તેમના કિચન પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ બેઠક વ્યવસ્થા (ડાઇનિંગ એરિયા) વાળી જગ્યા પર ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવું પડશે. કિચનમાં બનતી વાનગીઓની પારદર્શિતા જળવાય તે હેતુથી આ કડક સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે નિયમોનો ઉલ્લંઘન કરનારા અને સ્વચ્છતા ન જાળવનારા એકમો સામે તવાઈ બોલાવી પાલિકા તંત્રે કુલ 2,77,100 નો વહીવટી દંડ વસૂલ કર્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર રાજકુમાર બેનીવાલ (IAS) તથા આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 84 રેસ્ટોરન્ટની તપાસ, 54 સંસ્થાઓને નોટિસ
મહાનગરપાલિકાના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ, સેનિટેશન સ્ટાફ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની સંયુક્ત ટીમોએ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી કુલ 84 રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવ જણાતાં કુલ 54 રેસ્ટોરન્ટ્સને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લિંબાયત ઝોનમાં સૌથી વધુ 14, રાંદેર ઝોનમાં 13, સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં 12-12, ઉધના-એ માં 10, વરાછા-બી માં 09, વરાછા-એ માં 07, ઉધના-બી માં 04 તથા કતારગામ ઝોનમાં 03 રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. 193.5 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નષ્ટ કરાયો
ચેકિંગ દરમિયાન અખાદ્ય, વાસી અને માનવ આરોગ્ય માટે હાનિકારક એવા કુલ 193.5 કિલોગ્રામ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કતારગામ ઝોનમાંથી સૌથી વધુ 70 કિગ્રા અને લિંબાયત ઝોનમાંથી 40 કિગ્રા અખાદ્ય સામગ્રી ઝડપાઈ હતી. આ ઉપરાંત ઉધના-બી માંથી 14 કિગ્રા, વરાછા-બી માંથી 14.5 કિગ્રા, રાંદેર અને વરાછા-એ માંથી 13-13 કિગ્રા, અઠવા અને ઉધના-એ માંથી 12-12 કિગ્રા તેમજ સેન્ટ્રલ ઝોનમાંથી 05 કિગ્રા જથ્થો નષ્ટ કરાયો હતો. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે વિવિધ એકમોમાંથી કુલ 39 શંકાસ્પદ ખાદ્ય નમૂના (સેમ્પલ) મેળવી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ₹1.07 લાખ વસૂલાયા
પાલિકા દ્વારા વસૂલવામાં આવેલા ₹2,77,100 ના વહીવટી ખર્ચમાં ઝોનવાર વિગતો નીચે મુજબ રહી છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીની ગુણવત્તા અને કર્મચારીઓના ફિટનેસ સર્ટીફિકેટની ચકાસણી
આ ખાસ ડ્રાઇવ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા રેસ્ટોરન્ટ પરિસરની સ્વચ્છતા, રસોડાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈમાં વપરાતા પીવાના પાણીની ગુણવત્તા અને વપરાતા કાચા માલ (રો-મટીરીયલ)નું બારીકાઈથી ચેકિંગ કરાયું હતું. આ સાથે કિચનમાં ફરજ બજાવતા કારીગરો-કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા તથા તેમના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ખાસ તપાસવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટમાંથી નીકળતા ભીના-સૂકા કચરાના નિકાલ તેમજ ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ હતી. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને નિયમભંગ કરનાર એકમો સામે સીલિંગ સહિતના આકરા પગલાં લેવાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *