Ahmedabad News: દિવાળી પહેલા હરકતમાં આવ્યું AMC, કાલુપુરમાં ફટાકડાની 30 દુકાનો સીલ કરી

📅 Published: September 30, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં તહેવારોની મોસમ ટાણે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કાલુપુર વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનો પર અમદાવાદ મનપાના તંત્ર દ્વારા અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

ફાયર NOC ન મળી આવતા 30 દુકાનો સીલ

સ્થળ તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં પ્રીવેન્શન સેફ્ટી અને ફાયર સેફટીના નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં વેપારીઓ પાસે જરૂરી ફાયર NOC (ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળી આવ્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને મનપાએ સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી કરીને અંદાજે 30 દુકાનોને સીલ કરી દીધી છે.

Ahmedabad News: AMC Seals 30 Firecracker Shops in Kalupur Over Fire NOC

દસ્તાવેજ રજૂ કરવા પર મળશે વેચાણની મંજૂરી

અમદાવાદ મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે દુકાનદારો દ્વારા નિયમોનુસારના તમામ દસ્તાવેજો અને માન્ય ફાયર NOC સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને ફટાકડાના વેચાણ માટે યોગ્ય મંજૂરી આપવામાં આવશે. આ કાર્યવાહીથી અન્ય વિસ્તારોના વેપારીઓમાં પણ ફાયર સેફટી બાબતે જાગૃતિ અને ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: AMC એ 9 મેટ્રો સ્ટેશન નજીક ફ્રી પાર્કિંગ પ્લોટ ફાળવ્યા; ટ્રાફિક સમસ્યામાંથી મળશે રાહત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *