ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં શાનદાર બેટિંગ કરીને મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. પ્રથમ મેચમાં ખાસ પ્રદર્શન કરી ન શક્યા બાદ રોહિતે બીજી મેચમાં આક્રમક શરૂઆત કરી અને માત્ર 32 બોલમાં અડધી સદી ફટકારી.વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 406 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શુભમન ગિલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને માત્ર 16 ઓવરમાં 152 રન ઉમેરી દીધા હતા.આ દરમિયાન રોહિતે પોતાની ઇનિંગમાં વધુ 23 રન ઉમેરતાં જ ODI ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
ODIમાં 12,000 રન પૂરા કર્યા
રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 73 રનનો આંકડો પાર કરતાં જ ODI ક્રિકેટમાં 12,000 રન પૂરા કરી લીધા. આ સાથે તે 50 ઓવરના ફોર્મેટમાં 12,000 રન બનાવનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો 7મો બેટર બન્યો છે.રોહિત પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

વિરાટ પછી સૌથી ઝડપી 12,000 રન
રોહિત શર્માએ માત્ર 12,000 રન જ પૂરા કર્યા નથી, પરંતુ આ સિદ્ધિ ઝડપી રીતે હાંસલ કરનારા બેટર્સમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.રોહિતે 282 ODI ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કર્યા છે. આ સાથે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. સચિને 300 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.આ યાદીમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. વિરાટે માત્ર 242 ઇનિંગ્સમાં 12,000 ODI રન પૂરા કર્યા હતા.
12,000 વનડે રન પૂરા કરનાર સૌથી ઓછી ઇનિંગ્સ
- વિરાટ કોહલી – 242
- રોહિત શર્મા – 282
- સચિન તેંડુલકર – 300
- રિકી પોન્ટિંગ – 314
- કુમાર સંગાકારા – 336
ગિલ સાથે રોહિતની ધમાકેદાર શરૂઆત
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જંગૂએ સદી ફટકારી હતી.406 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. બંનેએ માત્ર 16 ઓવરમાં 152 રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર દબાણ બનાવ્યું.રોહિતે માત્ર 32 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. થોડા સમય બાદ કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી.રોહિત શર્માની આ ઇનિંગે માત્ર ભારતના રનચેઝને જ મજબૂત શરૂઆત આપી નહોતી, પરંતુ ODI ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ વધુ એક મોટી સિદ્ધિ સાથે જોડાઈ ગયું છે.
આ પણ વાંચો – Shubman Gillની ઐતિહાસિક સિધ્ધી, 3500 ODI રન પૂરા કરી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
