Shubman Gillની ઐતિહાસિક સિધ્ધી, 3500 ODI રન પૂરા કરી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

📅 Published: September 30, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવીને ક્રિકેટ રેકોર્ડ બુકમાં મોટું નામ નોંધાવ્યું છે. ગુહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં ગિલે એક સાથે 2 મોટી સિદ્ધિ મેળવી છે.વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ભારતની ઇનિંગ દરમિયાન ગિલે પોતાની ઇનિંગનો 11મો રન બનાવતા જ ODI ક્રિકેટમાં 3500 રન પૂરા કરી લીધા. આ સાથે તેણે સૌથી ઝડપી 3500 ODI રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલે માત્ર 68 ઇનિંગ્સમાં 3500 ODI રન પૂરા કર્યા છે. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટર હાશિમ અમલાનો લાંબા સમયથી રહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે.હાશિમ અમલાએ 3500 ODI રન સુધી પહોંચવા માટે 69 ઇનિંગ્સ લીધી હતી. ગિલે માત્ર 68 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને અમલાને પાછળ છોડી દીધો છે.

Shubman Gill

દિલીપ વેંગસરકરને પણ પાછળ છોડ્યા

ગિલે આ ઇનિંગ દરમિયાન ભારત માટે સૌથી વધુ ODI રન બનાવનારા બેટર્સની યાદીમાં પણ એક સ્થાન ઉપર છલાંગ લગાવી છે.તેણે ભારતના પૂર્વ દિગ્ગજ બેટર દિલીપ વેંગસરકરને પાછળ છોડી દીધા છે. વેંગસરકરે 129 ODI મેચમાં 34.73ની સરેરાશથી 3508 રન બનાવ્યા હતા.ગિલે પોતાની ઝડપી બેટિંગના કારણે હવે આ યાદીમાં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

એક દેશમાં સૌથી ઝડપી 2000 ODI રન

શુભમન ગિલે આ મેચ દરમિયાન વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ભારતીય ધરતી પર પોતાના 2000 ODI રન પણ પૂરા કર્યા.આ સાથે ગિલ કોઈ એક જ દેશમાં સૌથી ઝડપી 2000 ODI રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે માત્ર 33 ઇનિંગ્સમાં ભારતની ધરતી પર 2000 ODI રન પૂરા કર્યા છે.આ પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ડેસમંડ હેન્સના નામે હતો. હેન્સે વેસ્ટ ઈન્ડિઝમાં 36 ઇનિંગ્સમાં 2000 ODI રન પૂરા કર્યા હતા.આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક 37 ઇનિંગ્સ સાથે ત્રીજા અને હાશિમ અમલા 38 ઇનિંગ્સ સાથે ચોથા સ્થાને છે.શુભમન ગિલ માટે આ સિદ્ધિ ખાસ છે, કારણ કે ખૂબ જ નાની ઉંમરે તેણે ODI ક્રિકેટમાં અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. હવે ગિલની નજર આ જ લય જાળવીને ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેના મોટા લક્ષ્યાંક સુધી પહોંચાડવા પર રહેશે.

આ પણ વાંચો – Kuldeep Yadavએ 200 વિકેટ સાથે રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજોના રેકોર્ડ તોડયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *