Vadodara: ફતેહગંજમાં 9 વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ અને 50 હજારનો દંડ

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 9 વર્ષની સગીર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરમનાક ઘટનામાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. 9 વર્ષની માસુમ બાળકી પર અત્યાચાર ગુજારવાના આ ગંભીર કેસમાં કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી આરોપીને દોષિત ઠેરવ્યો છે અને 20 વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી છે.

બાળકી સાથે કુરુપ કૃત્ય કરનારને 20 વર્ષની કેદ

સેશન્સ કોર્ટે આરોપીને સજા સંભળાવવાની સાથે રૂ. 50,000નો આકરો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવીને આ દંડની રકમમાંથી રૂ. 45,000પીડિત બાળકીને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકીને શારીરિક અને માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે સરકારી વળતર યોજના હેઠળ વધારાના રૂ. 1,00,000ચૂકવવાનો પણ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે.

બાળકીને રૂ. 1.45 લાખનું વળતર આપવા હુકમ

ટ્રાયલ દરમિયાન સરકાર અને ભોગ બનનાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Special PP) પ્રકાશ પી. ઠક્કરે ધારદાર અને મજબૂત દલીલો રજૂ કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા વૈજ્ઞાનિક, તબીબી અને મૌખિક પુરાવાઓના આધારે આરોપીનો વાંક સાબિત થયો હતો. કોર્ટે સમાજમાં દાખલો બેસે તે હેતુથી આ પ્રકારના કુરુપ કૃત્ય બદલ આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: મકરબામાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો, જયદીપ રાઠોડ વોન્ટેડ જાહેર



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *