Ahmedabad: બ્રિક્સ દેશોમાંથી આવેલા પ્રવાસી : 18.70 લાખ બ્રિક્સ દેશોમાં જનારા ભારતીયો : 1.56 કરોડ

📅 Published: September 30, 2026 | 📂 Category: Ahmedabad

તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી બ્રિક્સની સમિટમાં સભ્ય દેશોએ એકબીજા સાથે ટુરિઝમ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ડિકલેરેશન કર્યું હતું. જોકે ભારતમાં આવતા અને ભારતમાંથી વિદેશ જતા પ્રવાસીઓના આંકડા પર નજર કરીએ તો આ બન્ને આંકડામાં ઘણો જ મોટો તફાવત છે અને આ તફાવતને ઘટાડવા માટે ભારતને વર્ષો સુધી અથાગ પ્રયત્નો કરવા પડે એમ છે. કેન્દ્ર સરકારના ટુરિઝમ વિભાગના આંકડા મુજબ વર્ષ 2024માં બ્રિક્સ સંગઠનના બાકીના 20 સભ્ય દેશોમાંથી ભારતના પ્રવાસે આવેલા પ્રવાસીઓનો આંકડો 18.70 લાખ છે, જેની સામે ભારતમાંથી આ દેશોમાં ગયેલા પ્રવાસીઓનો આંકડો 1.56 કરોડ છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો 2025માં ભારતમાં 90.2 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે 2024ના 99.50 લાખની તુલનાએ 9.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. આની તુલનાએ 2025માં વિદેશી પ્રવાસે જતા ભારતીયોની સંખ્યા 5.89 ટકા વધીને 3.27 કરોડ થયો છે, જે વર્ષ 2024માં 3.09 કરોડ હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *