અમદાવાદ શહેરના રામોલ રોડ પર આવેલા જામફ્ળવાડી વિસ્તારની સંતદેવ ટેનામેન્ટ સોસાયટીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સોસાયટીમાં એક તરફ્ અત્યંત ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું છે, તો બીજી તરફ્ પાણીનું પ્રેશર પણ તળિયે પહોંચી જતાં અનેક ઘરો સુધી પાણી પહોંચી જ નથી રહ્યું, જેના કારણે રહીશો ભારે તકલીફ્ ભોગવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીનો પંપ ચાલુ કરવા છતાં પણ ખૂબ જ ઓછા પ્રેશરથી ડોહળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે. પાણીની મુખ્ય લાઈનમાં પૂરતું પ્રેશર ન હોવાને કારણે સોસાયટીની છેલ્લી લાઈન તેમજ ઉપરના માળ સુધી પાણી પહોંચતું નથી. મોટર ચલાવવા છતાં માંડ થોડું પાણી ખેંચાઈ રહ્યું છે. નળમાંથી આવતું પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાથી ઘરોમાં પીવાના ચોખ્ખા પાણીની ભારે અછત સર્જાઈ છે. દૂષિત પાણીના વપરાશથી વિસ્તારમાં ઝાડા-ઊલટી કે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે પાણીમાં ઓછું પ્રેશર અને દુર્ગંધ દર્શાવે છે કે મુખ્ય પાઈપલાઈનમાં ક્યાંક મોટું ભંગાણ કે લીકેજ થયું છે, જેના કારણે ડ્રેનેજનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી રહ્યું છે.
Ahmedabad: રામોલમાં જામફ્ળવાડીમાં દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી રહીશોને હાલાકી
📅 Published: September 30, 2026 |
📂 Category: Ahmedabad
