Ahmedabad: નરોડામાં સરદાર ચોકથી કેનાલ રોડ ઉપર ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કરતા ઝડપાયા

📅 Published: September 30, 2026 | 📂 Category: Ahmedabad

નરોડામાં સરદાર ચોકથી કેનાલ તરફ્ જતા મુખ્ય રોડ પર આજે નિયમોના ધજાગરા ઉડાડીને કરવામાં આવી રહેલું ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન ઝડપાતાં ભારે ચર્ચા જાગી છે. વિસ્તારમાં આવેલી જાણીતી પટેલ ફરસાણ દ્વારા તંત્રની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના જ રોડ ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઈન જોડવાની કામગીરી ચાલી રહી હતી, જેને અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તુરંત અસરથી બંધ કરાવી દીધી છે.

મળતી માહિતી મુજબ નરોડામાં સરદાર ચોકથી કેનાલ તરફ્ જતા વ્યસ્ત માર્ગ પર પટેલ ફરસાણ દ્વારા રોડનું ખોદકામ કરીને ખાડા ખોદી ડ્રેનેજ કનેક્શન લેવામાં આવી રહ્યું હતું. જાહેરમાં માર્ગ પર થઈ રહેલી આ કામગીરી અંગે તંત્રને જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન માલૂમ પડયું હતું કે આ ડ્રેનેજ કનેક્શન માટે પાલિકા કે સંબંધિત સરકારી વિભાગ પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે મંજૂરી લેવામાં આવી નહોતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ચાલુ કામગીરી અટકાવી દીધી હતી અને સ્થળ પર વપરાતા સાધન-સામગ્રી દૂર કરાવી હતી. વિના પરવાનગીએ જાહેર રસ્તા પર ખોદકામ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને નિયમોનો ભંગ કરવા બદલ પટેલ ફરસાણના સંચાલકો સામે નોટિસ આપવાની તેમજ 50000 દંડ ફ્ટકારવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *