Vadodara : મીની નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવાના મુદ્દે બે કંપનીને ક્લૉઝર નોટિસ

📅 Published: September 30, 2026 | 📂 Category: Baroda

18

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામની સીમમાંથી પસાર થતી મીની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી દૂષિત કરવાના મુદ્દે જી.પી.સી.બી.એ સપાટો બોલાવ્યો છે. જેમાં બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે અને એક કંપનીને શોકોઝ નોટિસ ફટકારી છે. જેને લઈને પંથકના ઉદ્યાગોમાં ફફડાટ |લાયો છે.ગત તા.7 જુલાઈની આસપાસ વરસાદી માહોલનો લાભ લઈને કેટલાક કેમિકલ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ભુરા રંગનુ પાણી મિનિ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને મિનિ નદીનું પાણી લાલ અને ફીણવાળું થઈ ગયું હતું. જેથી જળચર પ્રાણીઓના મૃત્યુ થયા હતા. પંથકના પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિકોએ આ અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જી.પી.સી.બી.)માં રજૂઆત કરી હતી. એ પછી GPCB એ એક્શનમાં આવીને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરીને પાણીના સેમ્પલ લીધા હતા અને આજુબાજુની કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ મારફ્તે દૂષિત પાણી બહાર જતું હોવાની નોંધ પણ કરાઈ હતી. એ પછી જીપીસીબીએ હવે સપાટો બોલાવ્યો છે. જુના સમલાયા રોડ પર આવેલ મિરાકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એલ એલ પી નામની કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. તેમજ કપીતા હેચેરી નામની કંપનીને પણ ક્લોઝર નોટિસ આપી છે. આ ઉપરાંત, જીઓ ક્લીનર નામની કંપનીને શોકોઝ નોટિસ આપી છે. સૂત્રોએ કહ્યું કે, કંપનીના પરિસરમાંથી આશરે 6 હજાર HDPEડ્રમ્સ યોગ્ય લેબલિંગ વિના સંગ્રહિત હોવાનું તપાસ દરમિયાન નોંધાયું હતું. પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત નિયમોના ભંગના મુદ્દે જીપીસીબી દ્વારા કંપની સામે ક્લોઝર દિશાનિર્દેશની કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *