Surat News: શહેરમાં નાશ્તાની લારીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો ભાજપના પૂર્વ નેતાનો પુત્ર ફરી ઝડપાયો

📅 Published: October 1, 2026 | 📂 Category: Surat

ગુજરાતમાં માદક પદાર્થોના વેચાણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ સત્તાધારી પક્ષના જ કાર્યકરો આ રેકેટમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયાં છે.સુરત શહેરમાં નાસ્તાની લારીની આડમાં પ્રતિબંધિત ડ્રગ્સ વેચનાર ભાજપના પૂર્વ નેતાનો પુત્ર પોલીસના સકંજામાં આવી ગયો છે.પુણા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ પાસેથીઆરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ભાજપના લઘુમતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર પકડાયો

ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ બિરયાનીનો પુત્ર રેહાન અંસારી ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવવાની આડમાં ડ્રગ્સના વેચાણનું રેકેટ ચલાવતો હતો.તે પોતાના મોપેડની ડીકીમાં ડિજિટલ વજનકાંટો રાખીને ગ્રાહકોને અસામાજિક તત્વો અને જરૂરિયાતમંદો સુધી ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતો હતો. પુણા પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળતાની સાથે જ પોલીસે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ નજીક ટ્રેપ ગોઠવીને રેહાન અંસારીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી અંદાજે 3.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.આ ઉપરાંત ડ્રગ્સના વેચાણ અને તોલમાપ માટે વપરાતો ડિજિટલ વજનકાંટો,રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલું મોપેડ મળીને કુલ રૂ.70180નો શંકાસ્પદ અને પ્રતિબંધિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન તપાસ

પોલીસની પૂછપરછ અને તપાસમાં એવું પણ ખૂલવા પામ્યું છે કે રેહાન આ ડ્રગ્સનો જથ્થો સુરતના જ નવસારી બજાર વિસ્તારમાં રહેતા નદીમ નામના શખ્સ પાસેથી લવ્યો હતો.પુણા પોલીસે નદીમને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો રહ્યો છે.અગાઉ ઓગસ્ટ 2024માં રાજસ્થાનથી મંગાવાયેલા આશરે 35 લાખ રૂપિયાના મસમોટા એમડી ડ્રગ્સના કેસમાં પણ આરોપી રેહાન અંસારી એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને તે સમયે પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ જ પ્રકારના ગંભીર અપરાધમા સંડોવાતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.હાલમાં પુણા પોલીસે રેહાન અંસારી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તેમજ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવાની અને આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન તપાસ તેજ કરી છે. 

આ પણ વાંચોઃ Surat News: સ્મીમેર મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીનો કાંડ, પૈસા આપી પરીક્ષાની આન્સર બુક ઘરે લઈ ગયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *