ODI વર્લ્ડ કપ 2027નું ICC આજે જાહેર કરશે સંપૂર્ણ શેડ્યૂલ, ક્રિકેટ ચાહકોની ભારત-પાકિસ્તાન મેચ પર નજર

📅 Published: October 1, 2026 | 📂 Category: cricket

ICC ODI વર્લ્ડ કપની 14મી આવૃત્તિ આવતા વર્ષે 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન રમાશે. આ વખતે વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે, જેમાંથી 11 ટીમો સીધી ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જ્યારે બાકીની 1 ટીમ ‘સુપર સિરીઝ’ રાઉન્ડ દ્વારા નક્કી થશે, જેમાં સૌથી ઓછા ક્રમાંકિત ત્રણ ટીમો વચ્ચે મેચો રમાશે અને ટોચની ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે.

ગ્રુપ સ્ટેજ અને ‘સુપર 7’ રાઉન્ડનો રોમાંચ

ગ્રુપ સ્ટેજમાં 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ વખતે ગ્રુપ સ્ટેજમાંથી સીધી સેમિફાઇનલમાં પ્રવેશ મળશે નહીં, પરંતુ તેના બદલે એક નવો ‘સુપર 7’ રાઉન્ડ ઉમેરવામાં આવ્યો છે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો અને બંને ગ્રુપમાંથી એક શ્રેષ્ઠ ટીમ એમ કુલ સાત ટીમો ‘સુપર 7’ માં પ્રવેશી સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે. આ રાઉન્ડની ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

ક્યારે અને ક્યાંથી લાઇવ જોઈ શકાશે શેડ્યૂલની જાહેરાત?

ICC આજે એટલે કે 1 ઓક્ટોબરના રોજ રાત્રે 8.30 વાગ્યે (IST) 2027 ક્રિકેટ વર્લ્ડ કપના સત્તાવાર સમયપત્રકની લાઇવ જાહેરાત કરશે. ભારતમાં ચાહકો આ કાર્યક્રમ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકશે, જ્યારે ડિજિટલ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત-પાકિસ્તાન મેચ પર ચાહકોની નજર

BCCI અને PCB વચ્ચેના હાલના તણાવપૂર્ણ સંબંધોને જોતાં, ભારત અને પાકિસ્તાન બંને ટીમો એક જ ગ્રુપમાં સ્થાન મેળવશે કે કેમ તે અંગે ચાહકોમાં મોટું ઉત્સુકતાનું વાતાવરણ છે. મહામુકાબલાની તારીખ જાણવા માટે ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે, ODI વર્લ્ડ કપ સંયુક્ત રીતે દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વે દ્વારા યોજાશે.

આ પણ વાંચો : IND vs WI : બીજી વનડેમાં શુભમન ગિલે વેસ્ટ ઈન્ડીઝ સામે બેવડી સદી ફટકારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *