Surat News: કોસંબાના 4 વર્ષ જૂના ટ્રિપલ મર્ડર કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે કર્યો સનસનીખેજ પર્દાફાશ

📅 Published: October 1, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં 4 વર્ષ જૂના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો પોલીસે ગણતરીના સમયમાં સનસનીખેજ પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરીને વર્ષ 2022થી ગુમ થયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં પોલીસે આરોપી માધવદાસ ભક્તિરામ સાધુ અને તેની પત્ની ઉર્મિલાબેન ઉર્ફે જયાની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરતાં ત્રણેય હત્યાઓનો ભેદ ઉકેલાયો હતો.

ઓશીકું દાબી કરી હતી હત્યા 

આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેમણે વૃદ્ધ દાદી સાસુ શાંતાબેન વસાવા, સગી માતા મંજુલાબેન સાધુ અને સાળી ભારતીબેન ઉર્ફે ભગવતી વસાવા – એમ ત્રણેય મહિલાઓની ઓશીકું મુકી શ્વાસ રૂંધાવીને કરપીણ હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ માતા અને સાળીના શબનો અગ્નિસંસ્કાર કરી દીધો હતો. જોકે, દાદી સાસુ શાંતાબેનની લાશને એક ડ્રમમાં મુકી, તેમાં સિમેન્ટ ભરીને ઘરમાં જ દાટી દીધી હતી. પોલીસે ઘરમાં ખાડો ખોદાવતાં સિમેન્ટના ડ્રમમાંથી માનવ કંકાલ, સાડી, કપડાં અને બંગડીઓ મળી આવ્યા હતા.

Surat Kosamba triple murder case

મિલકત કે કૌટુંબિક વિવાદમાં હત્યા કરાયાની શંકા

પોલીસે માનવ કંકાલ અને અન્ય પુરાવા કબજે કરીને એફએસએલ (FSL) ની મદદથી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રિપલ મર્ડર જેવી ગોઝારી ઘટનાને અંજામ આપનાર પતિ-પત્ની માધવદાસ અને ઉર્મિલાબેનની ધરપકડ કરવામાં આવી છે. 4 વર્ષથી છુપાયેલું આ ભયાનક સત્ય બહાર આવતાં સમગ્ર સુરત જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુના પાછળના મુખ્ય કારણો અને આર્થિક કે મિલકત સંબંધિત વિવાદોની દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *