Bank Holiday: 2 ઓક્ટોબરે બેંકો બંધ, UPI-ATM સહિત આ સેવાઓ ચાલુ રહેશે

📅 Published: October 1, 2026 | 📂 Category: Business

Bank Holiday: 2 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ (Gandhi Jayanti) ઉજવવામાં આવશે. આ દિવસને દુનિયાભરમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ (International Day of Non-Violence) તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધી જયંતિના આ પાવન અવસરે લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ રહે છે કે કાલે બેંકમાં રજા રહેશે કે નહીં? તેમજ પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI અને ATM કામ કરશે કે નહીં?

શું 2 ઓક્ટોબરે બેંક ખુલશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના બેંક હોલિડે કેલેન્ડર મુજબ 2 ઓક્ટોબર રાષ્ટ્રીય રજા છે. આ કારણે દેશભરની સરકારી, ખાનગી, વિદેશી, પ્રાદેશિક ગ્રામીણ અને સહકારી બેંકોની શાખાઓ બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં વીકએન્ડ સિવાય કુલ 10 કાર્યદિવસે બેંકોમાં રજા રહેવાની છે, જેની શરૂઆત 2 ઓક્ટોબરથી થઈ રહી છે.

UPI, ATM અને નેટ બેંકિંગ ચાલુ રહેશે?

બેંકની શાખા બંધ હોવાનો અર્થ એ નથી કે તમારો નાણાકીય વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જશે. ડિજિટલ બેંકિંગના સમયમાં અનેક સેવાઓ 24×7 ચાલુ રહે છે. તમે મોબાઈલથી UPI દ્વારા પૈસાની લેવડદેવડ, બિલ પેમેન્ટ અને QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.

NEFT, RTGS અને IMPSનું શું?

NEFT, RTGS અને IMPS જેવી ઓનલાઈન મની ટ્રાન્સફર સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. દેશભરના ATM અને Cash Deposit Machine (CDM) પણ ચાલુ રહેશે, જેથી તમે જરૂરિયાત મુજબ કોઈપણ સમયે રોકડ ઉપાડી અથવા જમા કરી શકો છો.

કયા બેંકના કામ માટે રાહ જોવી પડશે?

જો તમારે કાલે ચેક ક્લિયર કરાવવો, પાસબુક અપડેટ કરાવવી અથવા બેંક ડ્રાફ્ટ બનાવડાવવો હોય તો 2 ઓક્ટોબરે બેંકની શાખાએ ન જવું. આ કામ 3 ઓક્ટોબર અથવા ત્યારબાદ કરી શકશો. જોકે ઓનલાઈન પેમેન્ટ અને ATMમાંથી રોકડ ઉપાડવા માટે ચિંતા કરવાની જરૂર નથી. 

આ પણ વાંચો:  બેવડા ધોરણો? બેંકોમાં 5 દિવસ કામની માંગ વચ્ચે RBI સહિત આ સંસ્થાઓમાં પહેલેથી 5 ડે વર્કિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *