Santrampur: જીવતા ગ્રાહકોને કાગળ પર ‘મારી’ નાખ્યા, IIFL ફાયનાન્સમાં 12.76 લાખની ઉચાપતનો ખેલ

📅 Published: October 1, 2026 | 📂 Category: Crime

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં IIFL ફાયનાન્સની શાખામાં ચોંકાવનારી ગેરરીતિ સામે આવી છે. જીવિત લોનધારકોના બનાવટી મરણ પ્રમાણપત્રો રજૂ કરીને તેમની લોન ક્લોઝ કરાવી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.

32 જીવિત ગ્રાહકોના નકલી મરણ દાખલા

સંતરામપુરની IIFL સમસ્ત ફાયનાન્સ શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પંકજ માલીએ 32 જેટલા જીવિત લોનધારકોના બનાવટી મરણ પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાનો આક્ષેપ છે.આ પ્રમાણપત્રોના આધારે સંબંધિત ગ્રાહકોની લોન ક્લોઝ કરી દેવામાં આવી હતી.

ડેથ ક્લેમના 12.76 લાખની ઉચાપત

લોન ક્લોઝ કર્યા બાદ ડેથ ક્લેમ પેટે મળવાપાત્ર 12,76,619 રુપિયાની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. એટલે કે જીવિત ગ્રાહકોને કાગળ પર મૃત બતાવીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે.

વિજિલન્સ તપાસમાં ખુલ્યો આખો ખેલ

આ સમગ્ર ગેરરીતિ IIFL ફાયનાન્સની વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ દરમિયાન સામે આવી હતી. તપાસ દરમિયાન ગ્રાહકોના મરણ પ્રમાણપત્રો અને લોન ક્લોઝરની પ્રક્રિયામાં ગેરરીતિ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે ગોધરાના એરિયા મેનેજરને જાણ કરવામાં આવી હતી.

આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સામે ફરિયાદ

પ્રાથમિક તપાસમાં ગેરરીતિ અને ઉચાપતનો મામલો સામે આવ્યા બાદ પંકજ માલી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની તપાસ શરૂ

ફરિયાદ નોંધાયા બાદ સંતરામપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 32 ગ્રાહકોના બનાવટી મરણ પ્રમાણપત્રો ક્યાંથી મેળવવામાં આવ્યા, લોન ક્લોઝ કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અને 12.76 લાખની રકમની ઉચાપત કેવી રીતે થઈ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.હવે પોલીસ તપાસમાં આ ગેરરીતિ પાછળ માત્ર એક વ્યક્તિની ભૂમિકા હતી કે અન્ય કોઈની સંડોવણી હતી તે પણ સામે આવી શકે છે. 

    આ પણ વાંચો :   Gandhinagar: સરકારનો મોટો નિર્ણય, એક જ દિવસમાં 2 IAS અધિકારી ફરજિયાત નિવૃત્ત, તંત્રમાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *