Suratના બમરોલી બ્રિજ પાસે ટ્રાફિક પોલીસનો ડંડો વાગતાં ટુ-વ્હીલર ચાલક પટકાયો!

📅 Published: October 1, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના બમરોલી બ્રિજ નજીક અલથાણ વિસ્તારમાં દિવાળીના તહેવારો ટાણે ટ્રાફિક પોલીસની શંકાસ્પદ કામગીરી અને કથિત ઉઘરાણીને લઈને ગંભીર ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે ડંડો નાખીને બાઇક રોકવાનો પ્રયાસ કરતાં ચાલક યુવક રસ્તા પર જોરથી પટકાયો હતો. અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસની આ પ્રકારની જોખમી કામગીરીને કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો.

લોકોનો આક્રોશ જોઈ ટ્રાફિક પોલીસ ભાગી ગઈ

બનાવને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકો અને વાહનચાલકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. લોકોનો ભારે આક્રોશ અને વિરોધ જોઈને ઘટનાસ્થળે વાહનચાલકો પાસેથી કથિત ઉઘરાણી કરી રહેલી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે દિવાળી નજીક આવતાં જ ટ્રાફિક પોલીસ નિયમોના પાલનના નામે માત્ર સામાન્ય બાઇકચાલકોને જ ટાર્ગેટ કરીને રોજ મસમોટું ઉઘરાણું કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે.

Youth commits suicide on Makarba overbridge in Ahmedabad

ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર છતાં પરિસ્થિતિ યથાવત

નોંધનીય છે કે ગઈકાલે જ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ દ્વારા થતી આવી અનિયંત્રિત ઉઘરાણી બંધ કરવા અંગે પત્ર લખીને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. આ પત્ર બાદ પણ ટ્રાફિક પોલીસ કોઈના ડર વગર પોતાની કામગીરી ચાલુ રાખતી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ટ્રાફિક પોલીસને રસ્તા પરથી પસાર થતાં ભારે ડમ્પર કે ખાનગી બસો સામે કોઈ કાર્યવાહી કરવાની દેખાતી નથી અને માત્ર નિર્દોષ બાઇકચાલકોને હેરાન કરવામાં આવે છે, જેનાથી શહેરીજનોમાં પ્રશાસન સામે તીવ્ર અસંતોષ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *