અનાવલ દૂધ ઉત્પાદક મંડળીની વાર્ષિક સભામાં વિવિધ અરજીઓ અંગે ચર્ચા

📅 Published: October 1, 2026 | 📂 Category: Surat

અનાવલ : અંબિકા તાલુકાની અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સભામાં મંડળીના સભાસદોની વિવિધ અરજીઓ અને રજૂઆતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભાસદોની અરજીઓનો નિકાલ કરવા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયું હતું. આ પ્રસંગે સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર ધનંજય પટેલ સહિત આંગલધારા, કોષ, તરકાણી, ગાંગડીયા સહિતના ગામોના પ્રમુખો, મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન તમામ સભાસદોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. મંડળીના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સભાસદને મંડળી અંગે કોઈ રજૂઆત કે પ્રશ્ન હોય તો તે રજૂઆત સાંભળી યોગ્ય ન્યાય આપવામાં આવશે. સભામાં કુલ 13 મુદ્દાઓને વાંચનમાં લઈ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *