વ્યારા : તાપી જિલ્લાના દેગામા ગામના મહેન્દ્રભાઇ બારકિયાભાઇ કોંકણીની દિકરી કમલબેનએ તાજેતરમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં લેવાયેલ વાયવા પરીક્ષામાં સફળતાપુર્વક ઉત્તીર્ણ થતા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી તેઓને પીએચડી જેવી મહત્વની ડિગ્રી પ્રાપ્ત થઈ છે. તેઓએ પીએચડી ગાઇડ ડો.રાજીવ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલ તાલીમો દ્વારા મહિલાઓનું સશકિતકરણ – એક અભ્યાસ (વલસાડ જિલ્લાના સંદર્ભમાં) વિષય ઉપર મહાશોધ નિબંધ ગુજરાત વિદ્યાપીઠને સુપ્રત કર્યો છે. આ સંશોધન કાર્ય અને પીએચડી અભ્યાસક્રમ માટે કમલબેન કોંકણીને કેન્દ્ર સરકાર તરફથી રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ પણ એનાયત થઈ છે.
તાપીના દેગામાનું ગૌરવ : કમલ કોંકણી પીએચ.ડી. થયાં
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
