ભારતની અગ્રણી ઝવેરાત બ્રાન્ડ્સ અને ઉત્કૃષ્ટ હસ્તકલાનો અનોખો સમન્વય દર્શાવતી જ્વેલરી વર્લ્ડ 2026 એક્ઝિબિશન તારીખ 2જી થી 4થી ઓક્ટોબર 2026 દરમિયાન અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે ભવ્યતાથી યોજાઈ રહી છે. સવારે 10:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી યોજાનારા આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં દેશભરના નામાંકિત જ્વેલરી હાઉસીસ દ્વારા બ્રાઈડલ જ્વેલરી, કઉત્યોર ક્રિએશન્સ, ડાયમંડ, પોલકી, જડાઉ, સોના-ચાંદીના આભૂષણો તેમજ સમકાલીન ફાઈન જ્વેલરીનો અદભુત સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન (JAA) ના વિશેષ સમર્થન સાથે યોજાઈ રહેલું આ આયોજન લગ્નોત્સુક યુગલો, કલેક્ટર્સ, કલા રસિકો અને ફેશન પ્રેમીઓ માટે શ્રોષ્ઠ ઝવેરાત એક જ છત નીચે માણવાની સુવર્ણ તક પૂરી પાડે છે. શહેરની વધતી વેપારી અને સાંસ્કૃતિક પ્રભુત્વને ઉજાગર કરે છે. આ પ્રદર્શનમાં દેશભરની 45 થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ તેમની અદભૂત કલાત્મકતાનું પ્રદર્શન કરશે.
અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે 'જ્વેલરી વર્લ્ડ 2026' ભારતની ઉત્કૃષ્ટ ઝવેરાત કલાનું પ્રદર્શન યોજાશે
📅 Published: October 1, 2026 |
📂 Category: Ahmedabad
