Vadodara : મુસ્લિમ યુવતી પર દુષ્કર્મ કરનાર સુનિલમહિડાની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ

📅 Published: October 1, 2026 | 📂 Category: Baroda

શહેરમાં 15 કરોડની ખંડણી કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા સુનિલ મહિડા પરિણીત હોવા છતાં, 29 વર્ષીય અપરિણીત મુસ્લીમ યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બનતાં ગર્ભપાત કરાવ્યો અને ધમકી આપી હતી. આ ગુનામાં ગોત્રી પોલીસે સુનિલની ધરપકડ કરી આજે કોર્ટમાંથી તા.3 સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે.

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા સુનિલ રોહિત મહિડા જમીન દલાલી કરે છે. આશરે દોઢ વર્ષ પહેલાં તે ભોગ બનનાર 29 વર્ષની મુસ્લિમ યુવતી સાથે એક અકસ્માત દરમિયાન પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી. સુનિલ પરિણીત અને તેને બે સંતાનો હોવાછતાં તેણે યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. સુનિલે લગ્નનું વચન આપી યુવતીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમયગાળા દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, સુનિલે યુવતીનો ગર્ભપાત કરાવી દીધો હતો. ગોત્રી પોલીસે લગ્નની લાલચ આપી સંબંધ બાંધવો, ગર્ભપાત કરાવવા, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સુનિલની ગઈકાલે ધરપકડ કરી હતી. આ ગુનામાં પોલીસે તેના તા.3 બપોરે ત્રણ કલાક સુધીના રિમાન્ડ મેળવ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *