તમે તમારા તકિયાનું કવર, બેડશીટ અથવા બાથ ટુવાલ કેટલા દિવસ પહેલાં ધોયા હતા? ઘરમાં ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ આપણે તેમની સફાઈ જેટલી વાર કરવી જોઈએ તેટલી વાર કરતા નથી. પરિણામે ઘણીવાર તેમાં બેક્ટેરિયા, ફૂગ, ડસ્ટ માઇટ્સ અને અન્ય જંતુઓ પેદા થવા લાગે છે. અમેરિકાની મેટ્રેસ બ્રાન્ડ ‘અમેરિસ્લીપ’ના સંશોધન મુજબ, એક અઠવાડિયાથી વધુ સમય સુધી ન ધોયેલા પિલો કવર પર પ્રતિ ચોરસ ઇંચ 30 લાખ સુધી બેક્ટેરિયા (CFUs) જમા થઈ જાય છે. આ સંખ્યા ટૉયલેટ સીટ પર રહેલા બેક્ટેરિયાની સરખામણીમાં લગભગ 17 હજાર ગણી વધારે છે. જ્યારે ગંદી બેડશીટમાં બાથરૂમના દરવાજાના હેન્ડલની સરખામણીમાં લગભગ 24 હજાર ગણા વધારે બેક્ટેરિયા હોઈ શકે છે. આ બેક્ટેરિયા અનેક પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે. આથી આજે ‘કામના સમાચાર’માં વાત કરીશું કે ઘરમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કપડાં કેટલા દિવસે ધોવા જોઈએ. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. બોબી દીવાન, સીનિયર ફિઝિશિયન, દિલ્હી પ્રશ્ન- શું ઘરમાં વપરાતા કપડાં પણ બીમારીઓનું કારણ બની શકે છે? જવાબ- હા, જો ઘરમાં વપરાતા કપડાંની નિયમિત સફાઈ ન કરવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. હકીકતમાં- પ્રશ્ન- કયા ઘરેલુ કપડાંમાં સૌથી વધુ જર્મ્સ પેદા થાય છે? જવાબ- જે ઘરેલુ કપડાંનો નિયમિત ઉપયોગ થાય છે, તેમાં જર્મ્સ ઝડપથી પેદા થાય છે. તેમાં બાથ ટુવાલ, રસોડાના કપડાં, ઓશીકાના કવર અને બેડશીટનો સમાવેશ થાય છે. કયા ઘરેલુ કપડાંમાં જર્મ્સના ઉછેરનું જોખમ વધુ હોય છે, તે ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- આ કપડાંમાં કયા પ્રકારના જર્મ્સ વિકસી શકે છે? જવાબ- ગંદા ઘરેલુ કપડાંમાં ભેજ, ગંદકી અને ધૂળ જમા થવાથી અનેક પ્રકારના જર્મ્સ અને એલર્જન્સ વિકસી શકે છે, જેમ કે- પ્રશ્ન- આ જર્મ્સથી કઈ બીમારીઓનું જોખમ થઈ શકે છે? જવાબ- ગંદા ઘરેલુ કપડાંમાં રહેલા જર્મ્સ અને એલર્જન્સ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે, જેમ કે- પ્રશ્ન- કયા સંકેતો પરથી જાણવા મળે છે કે હવે કપડાં ધોવા જરૂરી છે? જવાબ- જો કપડાં પર ડાઘ, ગંદકી, ભેજ દેખાતો હોય અથવા તેમાંથી વાસ આવતી હોય, તો આ સ્પષ્ટ સંકેત છે કે તેને ધોવાની જરૂર છે. પરંતુ આવો કોઈ સંકેત મળે તેની રાહ જોવી ખૂબ જ વિચિત્ર બાબત હશે. હકીકત એ છે કે, આપણે કોઈ સંકેતની રાહ જોવી જોઈએ નહીં. જે કપડાંનો નિયમિત ઉપયોગ થાય છે, તેને નક્કી કરેલા વૉશિંગ શેડ્યૂલ અનુસાર ધોવું જરૂરી છે, કારણ કે તેમાં જમા થતી ગંદકી અને જર્મ્સ આપણને દેખાતા નથી. પ્રશ્ન- ઘરમાં ઉપયોગમાં લેવાતા કયા કપડાંને કેટલા દિવસે ધોવા જોઈએ? જવાબ- આ વાત તેના પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કેટલી વાર થાય છે અને તે ભેજના સંપર્કમાં કેટલો રહે છે. તેથી દરેક કપડાં માટે અલગ વૉશિંગ શેડ્યૂલનું પાલન કરવું જોઈએ. તેને નીચે આપેલા ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું સ્વચ્છ દેખાતું કપડું પણ ગંદું હોઈ શકે છે? જવાબ- હા, કપડું સ્વચ્છ દેખાય છે એ વાતની કોઈ ગેરંટી નથી કે તે ખરેખર સ્વચ્છ પણ છે. બેક્ટેરિયા, ડસ્ટ માઇટ્સ, પરસેવો અને મૃત ત્વચાના કોષો આંખે દેખાતા નથી. આ ધીમે-ધીમે કપડાંમાં જમા થતા રહે છે. પ્રશ્ન- કપડાંને જર્મ્સથી બચાવવા માટે શું કરવું? જવાબ- ઘરનાં કપડાંની નિયમિત સફાઈથી તેમાં જર્મ્સનું જોખમ ઘણું ઓછું થાય છે. ઘરનાં કપડાંને જર્મ્સ-ફ્રી રાખવાની સરળ રીતો ગ્રાફિકમાં જોઈએ- ઘરના કપડાં સંબંધિત સામાન્ય પ્રશ્ન-જવાબ પ્રશ્ન- શું એક જ કપડાંથી વાસણ અને કિચન સ્લેબ સાફ કરવું યોગ્ય છે? જવાબ- ના, વાસણ અને કિચન સ્લેબ માટે અલગ-અલગ કપડાંનો ઉપયોગ કરો, જેથી ક્રોસ-કન્ટેમિનેશનનું જોખમ ન રહે. પ્રશ્ન- બેડશીટ અને પિલો કવર કેટલા દિવસે બદલવા જોઈએ? જવાબ- બેડશીટ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર અને પિલો કવર દર 3-7 દિવસે બદલવું વધુ યોગ્ય માનવામાં આવે છે. જો એલર્જી હોય, બીમાર હોવ અથવા પાળતુ પ્રાણીઓ પથારી પર આવતા હોય, તો તેને વહેલાં બદલવા જોઈએ. પ્રશ્ન- શું સફાઈ માટેનાં બધાં કપડાંને વોશિંગ મશીનમાં એકસાથે ધોવા યોગ્ય છે? જવાબ- ના, કિચન ક્લોથ, વાસણ લૂછવાના કપડાં અને ટુવાલને અલગ-અલગ જ ધોવા જોઈએ. તેમને પહેરવાનાં કપડાં અથવા બેડશીટ અને પિલો કવર સાથે પણ ન ધોવા જોઈએ. ડોરમેટને તો એકદમ અલગથી ધોવું જોઈએ. ડોરમેટ સાથે માત્ર અન્ય ડોરમેટ્સ જ ધોવા. પ્રશ્ન- શું કપડાંને તડકામાં સૂકવવાથી જર્મ્સ ઓછા થાય છે? જવાબ- હા, તડકાનાં અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો કેટલાક બેક્ટેરિયા અને ફૂગની સંખ્યા ઘટાડી શકે છે. જોકે, માત્ર તડકામાં રાખવું પૂરતું નથી. પહેલાં કપડાંને સારી રીતે ધોવા જરૂરી છે. પ્રશ્ન- શું ઘરેલુ કપડાંને ગરમ પાણીથી ધોવાથી જર્મ્સ નાશ પામે છે? જવાબ- ગરમ પાણી અનેક પ્રકારના બેક્ટેરિયા, ફૂગ અને ધૂળના કણોને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ માત્ર ગરમ પાણીથી બધા જર્મ્સ સંપૂર્ણપણે નાશ પામતા નથી. જર્મ્સને અસરકારક રીતે દૂર કરવા માટે કપડાંને ડિટર્જન્ટથી સારી રીતે ધોવા અને તડકામાં સૂકવવા જરૂરી છે.
ધોયા વિનાના પિલો કવર-ઓછાડ પર ટોયલેટ સીટથી વધુ જર્મ્સ:જાણો ઘરનાં કયા કપડાંમાં સૌથી વધુ જંતુઓ, તેને કેટલા દિવસે ધોવા જોઈએ
📅 Published: October 2, 2026 |
📂 Category: Lifestyle
