નશામાં ધૂત કારચાલકોએ મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી:નવસારીમાં મહિલાઓની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

નવસારીના ઈટાળવા-એરૂ રોડ પર નશામાં ધૂત બે યુવાનોએ મોપેડ પર જતી મહિલાઓને ટક્કર મારી હતી. કારની ટક્કરથી મહિલાઓ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે તેમને ગંભીર ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ કાર લઈને ભાગી રહેલા બંને યુવાનોને મહિલાઓ અને આસપાસના લોકોએ રોક્યા હતા. મહિલાઓએ તરત પોલીસને જાણ કરી હતી. ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. તેમાં દારૂના નશામાં ધૂત કાર ચાલક હાથ જોડીને માફી માંગતો દેખાય છે. લોકોએ આવા યુવાનો સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. માહિતી મળતા જ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિ સંભાળી અને બંને યુવાનો તેમજ કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ. નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. થોડા દિવસ પહેલા પણ એરૂ ચાર રસ્તા પાસે નશામાં કાર ચલાવતા એક ચાલકે આધેડને અડફેટે લીધા હતા, જેમાં તેમનું મોત થયું હતું. આવી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *