ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એચ. એ. ગાંધીઅન સોસાયટી દ્વારા મહાત્મા ગાંધીના ૧૪૮મા જન્મદિનની પૂર્વ સંધ્યાએ એક વક્તવ્યનું આયોજન કરાયું હતું. આ વક્તવ્યનો વિષય “ગાંધીજીના વિચારો આજના આધુનિક સમયમાં પ્રસ્તુત છે?” હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે, ગાંધીજીના વિચારો પહેલા કરતાં આજે વધુ પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં યુદ્ધો, અસંતોષ અને વિસ્તારવાદ ગાંધી વિચારોના અભાવને કારણે છે. કોઈપણ દેશની પ્રગતિ નાગરિકોની નિષ્ઠા, પ્રામાણિકતા અને નૈતિકતા પર આધાર રાખે છે. ભ્રષ્ટાચાર મુક્ત સમાજ અને આતંકવાદ દૂર કરવા માટે ગાંધીજીના વિચારો અપનાવવા જરૂરી છે. ગાંધીજી ઈચ્છતા હતા કે સમાજનો છેવાડાનો માનવી પણ સુખી થાય. સ્વતંત્રતા ચળવળમાં સત્ય અને અહિંસા મહત્વના સાબિત થયા હતા. વિશ્વશાંતિ માટે ગાંધીજીના વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવો જરૂરી છે.
એચ. એ. કોલેજમાં ગાંધી જયંતિ પર્વ પર વક્તવ્ય યોજાયું:પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું- ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે
📅 Published: October 2, 2026 |
📂 Category: gujarati-news
